Site icon Revoi.in

હોળીના દિવસે કેમ ભાંગનું સેવન કરવામાં આવે છે ?,જાણો તેનું ધાર્મિક મહત્વ

Social Share

હોળી-ધૂળેટીનો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધૂળેટીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે.ધૂળેટીનો તહેવાર બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે.દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, એકબીજાને રંગ લગાવે છે, નૃત્ય કરે છે, સ્વાદિષ્ટ વાનગીઓ ખાય છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.તો બીજી તરફ ધૂળેટીનો તહેવાર ભાંગ વગર અધૂરો ગણાય છે.આ દરમિયાન ભાંગનું પણ સેવન કરવામાં આવે છે. ભાંગનું સેવન આ દિવસે લોકો અલગ-અલગ રીતે કરે છે.

એવું માનવામાં આવે છે કે,સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને શિવે ગળામાં ઉતારવા દીધું ન હતું.આ ઝેર ખૂબ જ ગરમ હતું.આ કારણે શિવને ગરમી લાગવા લાગી. શિવ કૈલાસ પર્વત પર ગયા.ઝેરની ગરમી ઓછી કરવા માટે શિવે ભાંગનું સેવન કર્યું.ભાંગને ઠંડક આપનાર માનવામાં આવે છે.ત્યારથી ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજા દરમિયાન પણ ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાંગ વિના શિવની પૂજા અધૂરી છે.તેમજ શિવ પૂજામાં ભાંગ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રશન્ન થાય છે.ભાંગની સાથે ધતુરો અને બેલપાત્ર પણ અર્પણ કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળીના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મિત્રતાના પ્રતીક તરીકે ભાંગનું સેવન કરે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે,ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયાસ કરનાર હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું.પરંતુ હિરણ્યકશિપુને માર્યા પછી તે ખુબ જ ક્રોધિત હતા.તેને શાંત કરવા માટે ભગવાન શિવે શરભનો અવતાર લીધો.તેનું પણ એક કારણ માનવામાં આવે છે કે,હોળીના દિવસે ભાંગનું સેવન કરવામાં આવે છે.પ્રસાદના રૂપે તેનું સેવન કરવામાં આવે છે.આ સિવાય કેટલીક અન્ય કથાઓ પણ પ્રચલિત છે.