દૂધપાક જ પિતૃદેવને કેમ અર્પણ કરવામાં આવે છે? આ છે કારણ
જ્યારે પણ શ્રાદના દિવસો હોય ત્યારે પિતૃઓને ખુશ રાખવા માટે લોકો અનેક પ્રકારની પ્રવૃતિઓ કરતા હોય છે જેમાં લોકો દાન-પૂણ્ય, ગરીબોને જમાડવા જેવા કામ કરતા હોય છે. આવામાં ક્યારેક એ વિચાર પણ આવે કે પિતૃદેવને હંમેશા દૂધપાક જ કેમ અર્પણ કરવામાં આવે છે.
તો વાત એવી છે કે અક્ષતને દેવઅન્ન માનવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે અક્ષત અર્પણ કરવામાં આવે છે. અક્ષતને ધન-ધાન્યનું પહેલું પ્રતિક માનવામાં આવે છે. શ્રાદ્ધ પર પિતૃઓને અર્પણ કરવામાં આવતો દૂધપાક એ ચેતનાનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ જ્યારે તેને ગ્રહણ કરે છે ત્યારે તેને તૃપ્તિનો અનુભવ થાય છે અને શ્રાદ્ધ કરનાર પર તેના પિતૃઓની કૃપા વરસે છે.
શ્રાદમાં આ પણ જાણો કે જવ તમો ગુણ વૈભવનું પ્રતિક છે. એવું કહેવાય છે કે જે મૃતકોને જીવનપર્યંત વૈભવ કે સુખની પ્રાપ્તિ નથી થઈ એવા પૂર્વજોને જવ અર્પણ કરવાંથી વૈભવ કે સુખનો સંતોષ આપે છે. જવથી નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે.
ભગવાન વિષ્ણુના પરસેવામાંથી તલની ઉત્પતિ થઈ હોવાની માન્યતા છે. એટલે જ શ્રાદ્ધમાં તેનો ઉપયોગ થતો હોવાની માન્યતા છે. કાળા તલને પિતૃઓની તૃપ્તિનું સાધન માનવામાં આવે છે. કહે છે કે તલના ઉપયોગથી પીંડદાન કરવામાં આવે તો પૂર્વજોને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તમને ખ્યાલ હશે કે શ્રાદ્ધ સ્થળ પર તલનો છંટકાવ કરવામાં આવે છે. તેની પાછળ માન્યતા એવી છે કે જે પૂર્વજોનું આહ્વાન કરવામાં આવ્યું છે તે નિશ્ચિત સ્થળ પર પિતૃઓ પધારે છે.
ઉલ્લેખનીય છે કે અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.