નવી દિલ્હીઃ હાઈવો ઉપર દરરોજ મોટી સંખ્યામાં ટ્રક સહિતના ભારે વાહનોની અવાર-જવર જોવા મળે છે. મોટાભાગના ટ્રકોની પાછળ આપણે હોર્ન ઓકે પ્લીઝની ઉપરાંત શાયરીઓ, કવિતાઓ તથા વન-લાઈન લખવાનું પસંદ કરે છે. ત્યારે આપણે વિચાર આવે કે તમામ ટ્રકોની પાછળ કેમ હોર્ન ઓકે પ્લીઝ લખવામાં આવે છે અને તેનો શુ અર્થ થાય તેવા વિચારો આવો છે, તો આવો જાણીએ ટ્રક પાછળ કેમ હોર્ન ઓકે પ્લીઝ લખવામાં આવે છે તે જાણીએ…
ટ્રકોની પાછળ હોર્ન ઓકે લખવાનો કોઈ નિયમ બનાવવામાં આવ્યો છું. પરંતુ ટ્રકોની દુનિયામાં આ એક નિયમ બની ગયો છે. આ નિયમ માત્ર એવો નથી, પણ તેમાં એક મોટો અર્થ પણ છુપાયેલો છે. હોર્ન ઓકે પ્લીઝ એટલે કે તમે ઓવરટેક કરતા પહેલા હોર્ન વગાડો. જેના કારણે ટ્રક ચાલકને તેમની પાસેથી પસાર થતા વાહનોની જાણકારી મળી શકે. જેથી કોઈ પણ પ્રકારના અકસ્માતને ટાળી શકાય છે. લાંબી મુસાફરી કરતા ટ્રક ડ્રાઇવરો ગીતો સાંભળતાની સાથે ટ્રક હંકારે છે. આવી સ્થિતિમાં તેમને એલર્ટ કરવા માટે હોર્ન વગાડવો જરૂરી બની જાય છે. ટ્રક ચાલક અન્ય વાહનની ઓવરટેક કરતા પહેલા પણ હોર્ન મારે છે.
- હોર્ન પ્લીઝ ઓકેનો ઈતિહાસ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સમગ્ર વિશ્વમાં કેરોસીનની અછત ઉભી થઈ હતી, ત્યારે તેને ટ્રક દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતું હતું. કેરોસીન ભરેલા હોવાના કારણે અકસ્માતની ઘટનામાં આ ટ્રકોમાં આગ લાગવાની પુરી સંભાવના હતી. આવી સ્થિતિમાં અન્ય વાહનોને જણાવવા માટે કે વાહનમાં કેરોસીન ભરેલું છે, ઓકે એટલે On Kerosene લખેલું હતું. જે હજુ પણ અકબંધ છે.