તેલ અવીવ: ગત વર્ષ ઓક્ટોબરમાં શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસની વચ્ચેના યુદ્ધને 6 માસ પસાર થઈ ચુક્યા છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલામાં લગભગ 33 હજાર પેલેસ્ટાઈનવાસીઓના મોત નીપજ્યા છે. ઈઝરાયલની સેનાએ રવિવારે આનું એલાન કર્યું છે કે તેણે દક્ષિણી ગાઝાના શહેર ખાન યૂનિસથી પોતાની સેના પાછી બોલાવી લીધી છે. અધિકારીઓનું કહેવું છે કે સેના હમાસના ગઢ રાફામાં જડવાની તૈયારી કરી રહી છે.
એપીના રિપોર્ટ મુજબ,ઈઝરાયલી સેના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ હર્જી હલેવીએ કહ્યુ છે કે ગાઝામાં જંગ ચાલુ છે અને અમે હાલ થંભવાના નથી. હમાસના વરિષ્ઠ અધિકારી હજીપણ દક્ષિણી ગાઝા પટ્ટી વિસ્તારમાં છૂપાયેલા છે, અમે તેમના સુધી પહોંચીશું. હમાસના વરિષ્ઠ અધિકારી હજીપણ દક્ષિણી ગાઝા પટ્ટી વિસ્તારમાં છૂપાયેલા છે, અમે તેમના સુધી પહોંચીશું. મીડિયા રિપોર્ટમાં એ પણ સામે આવ્યુંછે કે ઈઝરાયલ, રાફાને ખાલી કરવાની તૈયારી કરી રહ્યું છે.
શું ઈન્ટરનેશનલ કોર્ટના હસ્તક્ષેપથી થંભી જશે ઈઝરાયલ-હમાસ યુદ્ધ?
એબીસી ન્યૂઝ પ્રમાણે, ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે ક્હ્યુ છે કે રવિવારે દક્ષિણી ગાઝા પટ્ટીમાં ખાન યૂનિસથી ઈઝરાયલી સૈનિકોની વાપસી રાફા સહીત આગળના મિશનો માટે સેના તૈયાર કરવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યુ છે કે જ્યારે શહેરમાં એક સૈન્ય માળખા તરીકે હમાસનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું, તો ખાન યૂનિસથી સૈનિકોની વાપસી કરવામાં આવી. અમારી સેનાએ ભવિષ્યના મિશનોની તૈયારી માટે વિસ્તાર છોડી દીધો.
ઈરાન પર ઈઝરાયલે શું કહ્યું?
આઈડીએફ ચીફ હલેવીએ એમ પણ કહ્યુ છે કે ઈઝરાયલ, ઈરાનના સંભવિત હુમલાથી ખુદને બચાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાને ગત સપ્તાહે સીરિયામાં ઈઝરાયલ દ્વારા કથિતપણે કરવામાં આવેલા હવાઈ હુમલાની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવાની કસમ ખાધી છે, તેમાં એક ટોચના ઈરાની કમાન્ડરનું મોત નીપજ્યું હતું. હલેવીએ કહ્યુ છે કે આઈડીએફ હુમલા અને બચાવમાં ઈરાનનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.