- પગમાં કાળો દોરો પહેરવો ફેશન
- કાળો દોરો પહેરવા પાછળ અનેક કારણ જવાબદાર
જ્યારે બાળક નાનું હોય એટલે તેના હાથના કાંડામાં કે પગમાં કાળા રંગનો દોરો બાંધવામાં આવે છે,વડિલો અને પૂર્વજોની માનતા પ્રમાણે કાળો દોરો બાળક કે કોઈ પણ ઈન્સાનને ખરાબ નજરથી બચાવી રાખે ચે,આપણા વડિલોની આ વાત આપણે ફોલો કરતા આવ્યા છીએ પણ શું તમે જાણો છો કે પગમાં કાળો દોરો શા માટે બાંધવામાં આવે છે,જો નહી તો ચાલો જાણીએ કાળા દોરા પાછળની અનેક વાતો અને લોજીક વિશે
ઘણા લોકો ફેશનના કારણે પણ કાળો દોરો પહેરે છે, તો બીજી તરફ ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો તેનું ખાસ મબત્વ રહેલું છે. કાળો દોરો જીવનમાં સુખી અને સમૃદ્ધ લાવે છે .
આ સાથે જ પગના બન્ને અંગુઠામાં કાળો દોરો બાંધવાથી પેટચનો દુખાવો મટે છે તેવું પણ માનવામાં આવે છે. તેનાથી પેટની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકે છે. એટલા માટે જ્યારે પણ તમને પેટની સમસ્યા ઉત્પન્ન થાય તો પોતાના પગમાં કાળા રંગનો દોરો જરૂરથી બાંધી લેવો જોઈએ.
આ સાથે જ કાળો દોરો પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને વ્યક્તિ અનેક પ્રકારની મુસીબતોથી બચી શકે છે.એટલે કે ખરાબ નજરથી કાળો દોરો આપણાને સુરક્ષિત રાખે છે.
જ્યાતિષ પ્રમાણે એમ પણ કહેવામાં આવે છે કે કુંશનિ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો પગમાં કાળો દોરો પહેરવાથી ઘણો ફાયદો થાય છે.
જ્યારે પણ વધારે કામ કરવાને લીધે તમારા પગમાં દુઃખાવો થાય તો પોતાના પગમાં કાળા રંગનો દોરો જરૂરથી બાંધી લેવો. આવું કરવાથી તમારા પગનો દુખાવો મટે છે.
નોંધ -આ તમામ વાતો વડિલોની કહેલી વાત અને કેટલાક લોકોની માનયતાઓ પ્રમાણે લખવામાં આવી છે આ તથ્ય જ છે અને આવું જ છે તેની પૃષ્ટિ અમે કરતા નથી