- માછલી ઘધર શુભ માનવામાં આવે છે
- ઘરમાં માછલી ઘર રાખવાથી ઘરની સુંદરતા વધે છે
માછલી શબ્દ સાંભળતા જ સૌ કોઈના આંખો સામે રંગબેરંગી માછલીો પાણીમાં તરતી હોય તેવા દ્ર્શયો સર્જાય છે,માછલી સૌ કોઈને ગમે છે અને એટલે જ ઘરની શોભા વધારવા માટે ઘણા ઘરોમાં માછલીઘર રાખવામાં આવે છે જેને આપણે એક્વેરિયમ કહીએ છીે, કેટલીક માન્યતાઓ અનુસાર માછલીઘરને શુભ અટલે કે માછલીને જ શૂભ માનવામાં આવે છે,તો ચાલો જાણીએ માછલી વિશેની કેટલીક વાતો
માછલી ઘરને રાખવાથી ઘરમાં શુભ અને પોઝિટિવ ઊર્જાનો સ્ત્રોત આવે છે. એમ માન્યતાઓ કહે છે.વાસ્તુ વિજ્ઞાનમાં માછલીને જળની કારક માનવામાં આવે છે, તે હંમેશાં એક્ટિવ રહે છે. આ કારણે તેને ઘરમાં ઊર્જા લાવનાર અને આસપાસના વાતાવરણથી આળસ અને નેગેટિવ ઊર્જાને હટાવનાર માનવામાં આવે છે.
આ સાથે જ જ્યોતિષમાં પણ માછલીનું વિશેષ મહત્ત્વ છે. તેને કેતુનો કારક જીવ માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ એક્વેરિયમમાં માછલીની સંખ્યાનું વિશેષ મહત્ત્વ છે. જો યોગ્ય સંખ્યા અને રંગની માછલી એક્વેરિયમમાં રાખવામાં આવે તો ઘરના સભ્યો ઉપર આવતી દરેક પરેશાનીઓ દૂર થાય છે.ઘરના માછલીઘરમાં નવ માછલીઓનું હોવું શૂભ મનાી છે. આઠ માછલીઓ લાલ અને સોનેરી રંગની અને એક માછલી કાળા રંગની હોય તો તે વધુ શુભ હોય છે
આ દિશામાં રાખવું જોઈએ માછલી ઘર
એક્વેરિયમને પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઇએ. એક્વેરિયમ માટે આ દિશાઓ સૌથી શુભ માનવામાં આવે છે. એક્વેરિયમને બેડરૂમ કે રસોડામાં ક્યારેય ન રાખવું જોઈએ. ઘરના સભ્યો વચ્ચે પ્રેમ જાળવી રાખવા માટે એક્વેરિયમને મુખ્ય દ્વારની ડાબી બાજુ રાખવું જોઇએ.