ચાને ભારતમાં માત્ર પીણું જ નહીં પણ ઈમોશન માનવામાં આવે છે. હેલ્થ બેનેફિટ્સથી વધારે લોકો તેને સ્વાદના કારણે વધારે પીવે છે. ડોક્ટરો ગ્રીન ટીને હેલ્ધી કહે છે, છતાં લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરી શકતા નથી. મોટાભાગના લોકો તેના સ્વાદને આભારી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર અને સંશોધક વિલિયમ લીએ સમજાવ્યું કે શા માટે ચામાં દૂધ ઉમેરવું ફાયદાકારક નથી.
• ચા ના ફાયદા
ગ્રીન ટી હોય કે બ્લેક ટી તેમાં કેટેચીન્સ, EGCG અને પોલિફીનોલ્સ જોવા મળે છે. એનાથી દિમાગ રિલેક્સ રહે છે. શરીરમાં ઈમેફ્લેમેશન ઓછું કરે છે અને કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે. ચા શરીરમાં સ્ટેમ સેલ્સ વધારે છે, જે વૃદ્ધત્વની અસરમાં વિલંબ કરે છે અને શરીરની પોતાની જાતને રિપેર કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે.
• બ્લેક ટી પણ ફાયદાકારક છે
ડૉક્ટર લીએ કહ્યું કે માત્ર ગ્રીન ટી જ નહીં પણ બ્લેક ટી તમારા સ્ટેમ સેલ પણ વધારે છે. ઘણી વાર લોકો વિચારે છે કે બ્લેક ટી ફર્મેટેડ છે અને તે ફાયદાકારક નથી, પણ એવું નથી. પૂછવામાં આવ્યું કે ચામાં દૂધ ઉમેરવાથી શું નુકસાન થાય છે? શું દૂધ ચામાં બાયોએક્ટિવ કંમ્પાઉડ્સ શોષણમાં દખલ કરે છે?
• ચામાં દૂધ મિલાવવાના નુકશાન
ડોક્ટર વિલિયમ લી કહે છે કે, ડેરી કે ગાયના દૂધ કે ક્રીમમાં ફેટ હોય છે. તે ચાને ટેસ્ટી બનાવે છે પણ ચામાં દૂધ કે ક્રીમ ઉમેરવામાં આવે, ત્યારે તે સાબુ જેવા પરપોટા બનાવે છે. ચાના પોષક તત્વો, પોલિફીનોલ્સ અને કેટેચીન, આ નાના પરપોટામાં ફસાઈ જાય છે. જ્યારે તમે ચા પીશો. પછી તે તમારા પેટમાં પહોંચે છે.