Site icon Revoi.in

કેરીને ખાતા પહેલા કેમ થોડા સમય માટે પાણીમાં રાખવામાં આવતી?આની પાછળ છે વૈજ્ઞાનિક કારણ

Social Share

મોટાભાગના લોકો જ્યારે કેરીને ખાવાનું શરૂ કરે ત્યારે તેને પાણીમાં રાખવાનું પસંદ કરતા હોય છે. આ વાત વિશે મોટાભાગના લોકોને વિચાર નહીં આવ્યો હોય કે આવું કેમ કરવામાં આવે છે પરંતુ તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે.

કેરીને સાફ કરીને ખાવાનું એક કારણ એ છે કે કેરી સાફ કરવાથી રેશિઝ,પિમ્પલ્સ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે માથાનો દુખાવો, કબજિયાત અને આંતરડા સંબંધિત અન્ય સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે. ફળોને પાણીમાં પલાળવાથી તેમાંથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરતા તત્વોથી છુટકારો મળશે. આ પ્રક્રિયાને અનુસરવાથી, ઝાડા- ઉલ્ટી જેવી આડઅસરો અને ખીલ જેવી ત્વચાની સમસ્યાઓથી બચી શકાય છે.

કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેથી તેને પલાળવાથી તેની માત્રા ઓછી થાય છે. કેરી એક ‘કુદરતી ચરબી બસ્ટર’ તરીકે કાર્ય કરે છે. આ માટે કેરી ખાવાથી વજન પણ વધી શકે છે.

જાણકારો અથવા પોષણશાસ્ત્રીઓના મતે, કેરીમાં ફાયટીક એસિડ તરીકે ઓળખાતા કુદરતી તત્વો હોય છે. જે ઘણા ફળો, શાકભાજી અને અખરોટમાં પણ જોવા મળે છે. તેથી, જ્યારે કેરીને થોડા કલાકો માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તે શરીરમાં ગરમી પેદા કરતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે.