વર્લ્ડ ફૂડ ડે કેમ ઉજવવામાં આવે છે? આ દિવસનું મહત્વ અને થીમ જાણો
- દેશભરમાં ઉજવાઈ રહ્યો છે વિશ્વ ખાદ્ય દિવસ
- 150 થી વધુ દેશોમાં મનાવવામાં આવે છે આ દિવસ
- જાણો આ દિવસનું મહત્વ અને થીમ
વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણીનો હેતુ ભૂખ અને ભૂખથી પીડાતા લોકોને જાગૃત કરવાનો છે. આ દિવસની શરૂઆત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.આ દિવસ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોની 20 મી સામાન્ય પરિષદમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યારથી 1981 થી દર વર્ષે ઉજવવામાં આવે છે.
આ દિવસ આંતરરાષ્ટ્રીય ફંડ ફોર એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી ઘણી સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવે છે જે ખાદ્ય સુરક્ષા સંબંધિત બાબતો સાથે કામ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં કુપોષણના કેસો સતત વધી રહ્યા છે, અને આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તંદુરસ્ત વ્યક્તિ માટે પોષણ સમૃદ્ધ ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિશ્વ ખાદ્ય દિવસ અથવા વિશ્વ ખોરાક દિવસ વિશ્વના 150 દેશો દ્વારા સાથે મળીને ઉજવવામાં આવે છે. 1981 થી આ દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આજે, વિશ્વભરમાં લાખો લોકો ભૂખને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ખોરાકને દરેક વ્યક્તિનો મોલિક અને મૂળભૂત અધિકાર ગણીને, દરેક વ્યક્તિને ભૂખથી બચાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી લોકોને ભૂખથી પીડાતા વધુને વધુ લોકોને મદદ કરવા માટે પ્રેરિત કરી શકાય.
વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે વિશ્વભરમાં વિવિધ થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફૂડ ડે 2021 ની થીમ કૃષિ અને ફૂડ ઓર્ગેનાઇઝેશન મુજબ “આપણી ક્રિયાઓ આપણું ભવિષ્ય છે – વધુ સારું ઉત્પાદન, સારું પોષણ, સારું વાતાવરણ અને વધુ સારું જીવન” અને વધુ સારું જીવન (Our actions are our future- Better production, better nutrition, a better environment and a better life) થીમ પર દુનિયાભરમાં આ દિવસ મનાવવામાં આવશે.