ગોળ ખાંડથી વધુ ગુણકારી કેમ હોય છે, જાણો…
સ્વસ્થ રહેવા માટે જેમ મીઠા (નમક)ની જરૂર હોય છે તેમ ખાંડ પણ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ખાંડ આપને એનર્જી આપે છે, જેથી આપણે રોજ-બરોજનું કામ કાજ કરી શકીએ છીએ. અલબત ખાંડ ખાવાથી આપણા શરીરને ઘણું નુકસાન પણ થાય છે એ પણ તમે સાંભળ્યું જ હશે. એના માટે લોકો કોશિશ કરે છે કે તેમના ડાયટ સિસ્ટમમાંથી ખાંડને બિલકુલ બહાર કરે, પરંતુ ગળ્યા વગર માણસને ચાલતું પણ નથી જેથી તમે ગળ્યામાં ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરી શકો છો. આમ તો ગોળ પણ તમારે મર્યાદિત જ ખાવો જોઈએ પણ ગોળ ખાંડ કરતાં વધારે સારો અને આરોગ્યની દ્રષ્ટિએ ગુણવત્તા સભર હોય છે.
ચાલો જાણીએ ગોળના ફાયદા: ગોળમાં ઘણા પોષકતત્વ હોય છે. ગોળમાં આર્યનની માત્રા સારી એવી હોય છે જે લોહીની ઉણપને દૂર કરે છે. તદુપરાંત ગોળમાં કેલ્શિયમ, પોટેશિયમ, અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પણ હોય છે.આ પોષકતત્વ હાડકાંને મજબૂતી તથા લોહી વધારે છે. જે ખાંડમાં હોતી નથી.
ગોળની પ્રોસેસ પ્રક્રિયા ઓછી છેઃ ખાંડની તુલનામાં ગોળ બનાવવાની રીત સરળ હોય છે. ગોળ શેરડીના રસને ગરમ કરીને બનાવાય છે જ્યારે ખાંડને ઘણી રાસાયણિક પ્રક્રિયાથી પસાર થવું પડે છે જેથી તેના પોષકતત્વ ખલાસ થઈ જાય છે.
પાચન તંદુરસ્ત રહે છે: ગોળમાં ઘણા બધા એન્ટિઓક્સિડેન્ટસ જેવા ગુણ જોવા મળે છે. જે પાચન સુધારવામાં મદદ કરે છે. એની સાથે ગોળ ઇમ્યુનિટી સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે.
બ્લડ શુગર અને એનર્જી : ખાંડની તુલનામાં ગોળ ખાવાથી બ્લડ શુગર સુધરે છે જેથી મનુષ્યની એનર્જીમાં વધારો થાય છે. મધુપ્રમેહના દર્દીઓને ખાંડ નુકસાન પહોંચાડે છે જ્યારે ગોળ ખાવાથી દર્દીને નુકસાન પહોંચતુ નથી.