- હોળીના ટાણે જ થાય છે કેસૂડાનું આગમન
- કેસૂડા સાથે જોડાયેલી છે હોળીના રંગની વાતો
ફટકેલ ફાગણીયો……..આ ગુજરાતી લોકગીત કદાચ ઘણા લોકોએ સાંભળ્યું જ હશે ફાગણ માસ આવે એટલે હોળીનો ઉત્સવ આવે અને હોળી એટલે કેસૂડાના ફૂલોનું આગમન, રસ્તાઓ પર જો કેસૂડાના ઝાડ હોય તો આ માસ દરમિયાન આ રપસ્તાની સુંદરતા બમણી થઈ જાય છએ સમગ્રા માર્ગો કેસૂડાથી છાવાય જાય છે તેનો રંગ કુદરતી સાનિધ્યમાં વધુ રંગ પુરવે છે.જો કે આપણે એ પણ જાણીએ છીએ કે હોળી અને કેસૂડાનું ખાસ જોડાણ છે પણ શા માટે તે આજે જાણીશું.
ફાગણએ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો અને શક સંવતનો બારમો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસૂડો તરીકે ઓળખવામાં આવે છે. જો કે હવે કેમિકલ રંગોના સમયમાં કુદરતી વનસ્પતિ રંગોથી કોઇ ધુળેટી રમતુ તો નથી છતાં પણ ડાંગ-વાંસદાના આદિવાસીઓને હોળી ધુળેટીમાં કેસૂડાની યાદ આવે જ છે.
ફાગણ મહિનો આવતાં જ કેસૂડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે.ત્યારે આ કેસૂડો સોળેકળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે.સાથેજ આ કેસૂડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યુ છે.તેના પાણીથી ન્હાવામાં આવે છે સાથે જ પહેલાના સમયમાં હોળી કેસૂડાના ફૂલોને પાણીમાં પલાળઈને તે પાણીથી રમાતી હતી જે નેચરલ રંગ કરી શકાય છે.
ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે ત્યારે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છેઆદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહવો પણ અનેરો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે.કેસૂડો આરોગ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છએ તેના પાણીથી સ્નાન કરવું ખૂબ સારુ મનાઈ છે.