- ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં ઘણું બધુ નવું
- 76 વર્ષ બાદ નવા રથમાં બિરાજ્યા ભગવાન
- ટેકનોલોજીની મદદથી સુરક્ષા પર સખ્ત નજર
અમદાવાદઃ- ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ઘણી રીતે ખાસ છે,કારણ કે આ વર્ષે ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્ચાએ નીકળવાના છે અહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા છે.
જો આ આ વર્ષે દરમિયાન આપણે રથયાત્રાના રુટ પરની ,સુરક્ષા વિશે વાત કરીએ તો તે નવી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે ખાસ કરીને રથયાત્રામાં હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આસહીત આજની રથયાત્રામાં 3D મેપિંગ અને ડ્રોન સર્વેલન્સ સાથે રથયાત્રાનીકળવા જઈ રહી છે. દરેક સ્થળ અને જગ્યા પરથી પોલીસ દ્વારા સતત રથયાત્રા પર નજર રાખવામાં આવશે. ભગવાનના ત્રણેય રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાયા છે.
આ સહીત સુરક્ષામાં ખાસ મોબાઈલ CCTV કંટ્રોલથી એક વાહન સજ્જ કરવામાં આવ્યું છે.જે ખાસ અખાડા અને ટ્રકોની વચ્ચે ચલાવામાં આવશે જેથી દરેક પર સખ્ત નજર રહી શકે.
આ સહીત સીસીટીવી સબોડીઓન કેમેરા, ડ્રોન ના ઉપયોગ થકી સુરક્ષા વધારાી છે.આ વખતે કોમી એકતા માટે મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી. એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે રથયાત્રાની સુરક્ષા રહેશે.