Site icon Revoi.in

નવરાત્રીના પાવન પર્વમાં માતાજીને ખુશ કરવા માટે જાણો શું શું કરવું જોઈએ અર્પણ

Social Share

15 ઓક્ટોબરના રોજથી નવરાત્રીનો પાવન પર્વ આરંભ થી રહ્યો છએ ત્યારે નવ દિવસ માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને માતાજીને અવનવો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે પણ આ નવ દિવસ દરમિયાન માતાજીને પ્રપસ્નન કઈ રીતે કરવા જોઈએ તેના માટે અહી તમને કેચલીક વાત જણાવીશવું, ખાસ કરીને માતાજીને પ્રસન્ન કરવા માટે શું શું અરપ્ણ કરવું જોઈએ તેવા વિશે અહી જાણીશું

દેશી ઘી વિશે જાણીએ તો પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિના પ્રતિક મા શૈલપુત્રીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના પહેલા દિવસે દેશી ઘી ચઢાવી શકાય છે.

વાત કરીએ ખાંડ ની તો નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ દિવસે દેવીને સાકરનો પ્રસાદ ચઢાવો શુભ ગણાય છે.

ખીર કે જે નવરાત્રિનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. આ દિવસે માતાજીને ખીરનો પ્રસાદ ચઢાવી શકો છો.

માલપુઆ કે જે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા એ દેવી છે જે સૂર્યની અંદર રહેવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે. માલપુઆનો પ્રસાદ ચઢાવાથી તે તેમને સંપત્તિ અને આરોગ્ય પ્રદાન કરે છે

કેળા નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. જ્યા દેવી સ્કંદમાતાને કેળાનો પ્રસાદ ચઢાવો જે તેમના ભક્તોને સમૃદ્ધિ અને શક્તિ આપે છે.

આ સહીત મધ -નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મહિષાસુર રાક્ષસનો નાશ કરવા માટે દેવી પાર્વતીએ કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. દેવી કાત્યાયનીને મધનો પ્રસાદ ચઢાવો.

આ સાથે જ ગોળ નવરાત્રિ દરમિયાન દેવી કાલરાત્રિને ગોળનો પ્રસાદ ચઢાવો જેથી તેમના શરીરમાંથી નીકળતી શક્તિશાળી ઊર્જાને શોષી શકાય.

નાળિયેર નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી મહાગૌરીને નારિયેળનો પ્રસાદ ચઢાવો જેથી પાપોમાંથી મુક્તિ મળે અને સાંસારિક લાભના રૂપમાં તેમના આશીર્વાદ પણ મળે છે.

તલ  નવમાં દિવસે માતાજીને તલ અર્પણ કરો.છે દેવી આદિ-પરાશક્તિનું કોઈ સ્વરૂપ નથી. શક્તિની સર્વોચ્ચ દેવી, આદિ-પરાશક્તિ, ભગવાન શિવના ડાબા ભાગમાંથી સિદ્ધિદાત્રીના રૂપમાં પ્રગટ થાય છે