Site icon Revoi.in

મોટરકાર કંપનીઓ કેમ રિકોલનો નિર્ણય લે છે, જાણો…

Social Share

નવી દિલ્હીઃ જાણીતી મોટરકાર કંપનીએ તાજેતરમાં જ પોતાના એક મોડલના 7,000 કરતાં વધુ એકમો માટે રિકોલ જારી કર્યું હતું. જો કે આ કોઈ નવી વાત નથી અને ઘણી કંપનીઓ જરૂર પડ્યે સમયાંતરે આવું કરતી જોવા મળે છે. રિકોલ એટલે પરત બોલાવવું, ઓટોમોબાઈલ કંપનીઓને જ્યારે તેમની ગાડિઓમાં કોઈ સમસ્યા જોવા મળે છે, ત્યારે રિકોલનો નિર્ણય લેવામાં આવે છે.  જેથી તેના કારણે વાહન માલિક કે અન્ય કોઈને નુકશાનીમાંથી બચાવી શકાય.

ઑગસ્ટ 2019 માં અમલમાં આવેલા સુધારેલ મોટર વાહન અધિનિયમ, 1988 અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019, ઓટોમોટિવ રિકોલ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન અપાયું છે. કોઈપણ વાહન ઉત્પાદક કંપની દ્વારા બનાવવામાં આવેલા વાહનોમાં જો કોઈ ખામી હોય તો મોટર વાહનોને રિકોલ કરવા માટે કંપનીઓને નિયંત્રિત કરવાના મુખ્ય કાયદામાં કલમ 110Aનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે મુજબ, ઓર્ડર દ્વારા, કોઈ OEM તેના દ્વારા ઉત્પાદિત વાહનોમાં કોઈ ખામી જોવા મળે તો તેને રિકોલ માટે ઓર્ડર આપી શકે છે.

તાજેતરમાં, દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં તેની લોકપ્રિય હેચબેક બલેનો આરએસના 7,000 કરતાં વધુ યુનિટ્સ માટે રિકોલ જારી કર્યું હતું. જ્યારે આ પહેલા કંપનીએ તેની Ertiga અને XL6 માટે રિકોલ પણ જારી કરી છે. જેનું કારણ આ વાહનોમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ ઉપરાંત અન્ય કાર કંપનીઓ અને ઓટો મોબાઈલ્સ કંપનીઓએ ભૂતકાળમાં રિકોલના નિર્ણય લીધા છે.

(Photo-File)