ગાડીમાં ટ્યૂબલેસ ટાયર કેમ ન રખાય? જાણી લો કારણ
આજના સમયમાં લોકો વિચારતા હોય છે કે પોતાના વાહનમાં બને એટલી વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરે, લોકોને વાહનોમાં એવા પ્રકારના બદલાવ કરાવતા હોય છે કે જેનાથી સલામતી અને સુવિધા વધારે મળી રહે આવામાં લોકો પોતાના વાહનોના ટાયર પર પણ ધ્યાન આપતા હોય છે. આજના સમયમાં લોકો ટ્યૂબલેસ વાહન પણ વધારે ઉપયોગ કરી રહ્યા છે, પણ તમે આ પ્રકારના ટાયરનો ઉપયોગ કરતા પહેલા હવે બે વાર વિચાર કરશો કારણ કે તેના પણ કેટલાક નુક્સાન છે.
ટ્યુબલેસ ટાયરને ફિટ કરવા અથવા નિકાળવા માટે જાણકાર કારીગરની જરૂર પડતી હોય છે. ટ્યુબલેસ ટાયર મજબૂત હોય છે, પરંતુ તેને અમુક સમયે બદલવાની જરૂર પડશે. જેઓ તેના વિશે વધુ જાણતા નથી તેઓ ટાયર બદલવાની પ્રક્રિયામાં રિમને નુકસાન પહોંચાડી શકે છે. એની સામે પરંપરાગત ટાયરને બદલવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે.
ટ્યૂબલેસ ટાયરનું પંચર બનાવવું સાવ સરળ છે. પરંતુ જો તે તેની સાઇડવૉલમાં પંચર થઈ જાય તો તમારે તેના માટે વગર ફોગટના ખર્ચા વધી જાય છે. આવા પંચર ટાયર અને રિમ બંનેને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ટાયર સાથેની ટ્યુબમાં ટ્યુબ બદલવાનો વિકલ્પ હોય છે. પરંતુ ટ્યુબલેસ ટાયરમાં નવું ટાયર જ બદલાવવું પડે છે. તેથી, જ્યારે પણ આવું પંચર દેખાય, ત્યારે વાહનને વધુ દૂર ન ચલાવીને ન લઈ જતાં કારીગરને બોલાવીને રિપેર કરાવવું વધુ હિતાવહ છે.