1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. શા માટે આપણા શરીરને જરુર હોય છે આયર્નની, જાણો તેની ઉણપથી શું થાય છે
શા માટે આપણા શરીરને જરુર હોય છે આયર્નની, જાણો તેની ઉણપથી શું થાય છે

શા માટે આપણા શરીરને જરુર હોય છે આયર્નની, જાણો તેની ઉણપથી શું થાય છે

0
Social Share
  • આયર્નની કમીથી અનેક રોગ થાય છે
  • જાણો આયર્ન માટે શું ખાવું જોઈએ

લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે આયર્નની જરૂર પડે છે, જેના કારણે આખા શરીરમાં ઓક્સિજન સરળતાથી ફરે છે. વાસ્તવમાં, શરીરના દરેક કોષને ઊર્જા મેળવવા અને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આયર્ન આ જરૂરિયાતને પૂર્ણ કરે છે, જે બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેથી બાળકોના આહારમાં આયર્ન યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.સામાન્ય રીતે આયર્ન એક એવું પોષક તત્વ છે, જે બાળકોથી લઈને મોટી વયના તમામ લોકો માટે જરૂરી છે. જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો તેનાથી એનિમિયા જેવી બીમારી થાય છે. આ સાથએ જ શરીરમાં ઉર્જાનો અભાવ અને થાકની લાગણી થાય છે.

જો ખાસ કરીને આપણે નાના બાળકોની વાત કરીએ તો આયર્નની ઉણપ તેમના માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. આયર્ન લોહીના હિમોગ્લોબિનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આયર્નની મદદથી ઓક્સિજન શરીરના તમામ ભાગોમાં પહોંચે છે. આવી સ્થિતિમાં શરીર માટે આયર્નની ખૂબ જ જરૂર હોય છે.

આ સાથે જ ચહેરાની લાલાશ ફીકી પડી જવી એટલે કે રંગ સફેદ દેખાવો,નખ પીળા પડવા, ખાસ કરીને જ્યારે તમે તમારી મુઠ્ઠી વાળો ત્યારે આમ થાય છે,હંમેશા થાક લાગે છે અને માથાનો દુખાવો થવા લાગે છે,વારંવાર છાતીમાં દુખાવો થવો,શ્વાસની સમસ્યા, હથેળી અને તળિયાની ઠંડક થવી

 

 

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code