કેમ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છે દુશ્મની? વાંચો વર્ષો જૂની દુશ્મની પાછળનું કારણ
- ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છે વર્ષો જૂની દુશ્મની
- શું છે દુશ્મની પાછળનું કારણ?
- કેમ લોહીના તરસ્યા છે આ બે દેશ?
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આમ તો વર્ષો જૂની દુશ્મની છે. અવાર-નવાર પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ઘર્ષણના સમાચાર આવતા રહેતા હોય છે. હવે 7 વર્ષ સુધી શાંત પડેલા પેટ્રોલમાં ફરીવાર તણખલું થયુ છે અને ફરીવાર પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બંન્ને દેશો વચ્ચે છેલ્લે 2014માં યુદ્ધ જેવી સ્થિતિ બની હતી.
દરેક લોકોના મનમાં હાલ એ સવાલ થતો હશે કે દુનિયામાં કોરોનાવાયરસ જેવી મહામારી છે ત્યારે આ બંન્ને દેશ કેમ લડી રહ્યા હશે.? તો આ સમસ્યાનું કારણ છે ઈસા મસીહનો જન્મ એટલે કે ઈસુ ખ્રિસ્ત.
જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ ઈસુ ખ્રિસ્તના જન્મ કરતા પણ જૂનો છે. બાઇબલમાં ઈશ્વરે ઈઝરાયલના વિસ્તારની ગણના યહૂદીઓ માટે કરી હતી. તેથી જ દુનિયાભરના યહૂદીઓ તેને પોતાનું ઘર માને છે. જો કે, ઘણી વખત યહૂદીઓએ આ સ્થળે અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો અને તેમને અહીંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ બાબતે પેલેસ્ટાઈનના લોકોનું માનવું છે કે તે લોકો હંમેશાથી અહીના નિવાસી છે અને તેથી તેમનો આ ધરતી પણ અધીકાર છે અને તેને કોઈ પણ ભોગે ખોવા માગતા નથી.
72 ઈસ પૂર્વે રોમન સામ્રાજ્યએ આ વિસ્તાર પર પોતાનો હક જમાવી લીધો હતો અને તે બાદ યહુદી અન્ય સ્થળે જઈને વસી ગયા. આ ઘટનાને એક્ઝોડસ કહેવામાં આવે છે. આ ઘટના બાદ મોટા પ્રમાણમાં યહુદી લોકો અમેરિકા અને યુરોપમાં જઈને વસી ગયા.
બીજા વિશ્વયુદ્ધ પહેલા યહુદીઓને પોતાની ઓળખ પર જાહેર કરવી પડતી હતી અને સેનામાં લડતા યહુદીઓને વર્દી પર એક સ્ટાર લગાવવામાં આવતો હો. પોતાની ઓળખ છુપાવવા બદલ તેમને સજા પણ કરવામાં આવતી હતી. આ સ્ટારને ડેવિડ સ્ટાર કહેવામાં આવતો હતો.
થિયોડર હર્ઝલ નામના વિયેનામાં રહેતા એક યહુદીએ હાલના ઇઝરાઇલની સ્થાપનાનો પાયો નાખ્યો. 1860માં જન્મેલા, હર્ઝલે વિયેનામાં સામાજિક કાર્યકર તરીકે કામ કર્યું હતું, પરંતુ વિરોધી સેમિટિઝમના કારણે વિયેના છોડવું પડ્યુ હતું, ત્યારબાદ તે ફ્રાન્સમાં ગયા અને ત્યાં પત્રકાર તરીકે કામ કર્યું.
વર્ષ 1890માં, રશિયા અને ફ્રાન્સ વચ્ચેના યુદ્ધ બાદ યહૂદી અધિકારી આલ્ફ્રેડ ડ્રેફસને કેટલીક જવાબદારી આપવામાં આવી હતી અને એક પત્રકાર તરીકે, હર્ઝલે આ સમાચાર પર એક કવર સ્ટોરી કરી હતી. આ ઘટના પછી, તેણે નક્કી કર્યું કે તે આખી દુનિયામાં ફેલાયેલા યહુદીઓને ભેગા કરશે અને તેમના માટે નવું દેશ અથવા રાજ્ય સ્થાપશે.
1897માં તેમણે સ્વિટ્ઝર્લેન્ડમાં વર્લ્ડ ઝિઓનિસ્ટ કોંગ્રેસની સ્થાપના કરી. ઝિઓનિસ્ટનો અર્થ હિબ્રૂમાં સ્વર્ગ છે. દુનિયાભરના યહૂદીઓએ આ સંસ્થાને દાન આપવાનું શરૂ કર્યું અને સંસ્થાના બેનર હેઠળ એકઠા થયા. દર વર્ષે સંસ્થાની વૈશ્વિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ 1904માં સંસ્થાના સ્થાપક હર્ઝલનું હૃદય રોગથી મૃત્યુ થયું. તેમના મૃત્યુથી અલગ યહૂદી દેશની ચળવળ પર કોઈ અસર પડી નહીં કારણ કે યહૂદીઓમાં સિયોનીસ્ટ કોંગ્રેસની પકડ ખૂબ મજબૂત બની હતી.
આ સમય દરમિયાન તુર્કી અને તેની આસપાસના વિસ્તારોમાં ઓટોમન સામ્રાજ્યનો ધ્વજ લહેરાતો હતો, પણ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ તે દરમિયાન બ્રિટન અને યહુદીઓ વચ્ચે બાલફોર સમજૂતી થઈ. આ સમજૂતી દરમિયાન જો બ્રિટન ઓટોમન સામ્રાજ્યને હરાવી દે છે તો પેલેસ્ટાઈનના વિસ્તારમાં યહુદીઓના સ્વતંત્ર દેશની સ્થાપના કરવાની હતી.
આ કરાર પછી, ઝિયોનિસ્ટ કોંગ્રેસને લાગ્યું કે જો બ્રિટન યુદ્ધ પછી પોતાના વચનનું પાલન નઈ કરે તો, તે એ માટે નવા દેશની સ્થાપના માટે તે વિસ્તારમાં મોટી વસ્તીની હાજરી જરૂરી છે. આવી સ્થિતિમાં, યહુદીઓ ધીમે ધીમે તેમના દેશો છોડીને પેલેસ્ટાઇનના પ્રદેશમાં સ્થાયી થવા લાગ્યા. પરંતુ યુદ્ધમાં વિજય પછી, બ્રિટને દેશ બનાવવાનું વચન પૂરું કર્યું ન હતુ પણ યહૂદીઓને આ વિસ્તારમાં સ્થાયી થવામાં મદદ કરી અને તેમને અહીં સ્થાયી થવા માટે તમામ સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડ્યા. આ સાથે પેલેસ્ટાઇન અને યહૂદીઓ વચ્ચેના આધુનિક સંઘર્ષની શરૂઆત થઈ.
પ્રથમ વિશ્વ યુદ્ધ પછી, 1920 અને 1945ની વચ્ચે, યુરોપમાં વધી રહેલા દમન અને હિટલરના નાઝીઓના હત્યાકાંડથી બચવા લાખો યહૂદીઓ પેલેસ્ટાઇન પહોંચ્યા. પેલેસ્ટીનીઓએ આ વિસ્તારમાં વધતી જતી યહૂદી વસ્તીને જોઈને તેમના ભવિષ્ય વિશે ચિંતા કરી હતી અને આ પછી પેલેસ્ટાઈનો અને યહૂદીઓ વચ્ચે મુકાબલો શરૂ થયો હતો.
બીજા વિશ્વયુદ્ધ પછી, બ્રિટિશ શાસક પેલેસ્ટાઇનને બંને પક્ષો વચ્ચેના સંઘર્ષને સંચાલિત કરવાનું મુશ્કેલ લાગ્યું. આવી સ્થિતિમાં, તેમણે આ બાબત નવા બનેલા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ગયું હતુ. 29 નવેમ્બર 1947ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ દ્વિવાદવાદના સિદ્ધાંત હેઠળ પોતાનો નિર્ણય આપ્યો અને આ ક્ષેત્રને યહૂદી અને આરબ દેશોમાં વહેંચી દીધો. જેરૂસલેમને આંતરરાષ્ટ્રીય શહેર જાહેર કરાયું હતું. યહૂદીઓએ તરત જ આ નિર્ણયને માન્યતા આપી અને આરબ દેશોએ તેનો સ્વીકાર કર્યો નહીં.
આ પછી, 1948 માં, બ્રિટિશરોએ આ વિસ્તાર છોડી દીધો અને 14 મે, 1948 ના રોજ, ઇઝરાઇલમાં યહૂદીઓની ભૂમિનું અસ્તિત્વ આવ્યું.
સીરિયા, લિબિયા અને ઇરાકએ ઇઝરાઇલને પોતાનું રાષ્ટ્ર જાહેર કરતાં ઇઝરાઇલ પર હુમલો કર્યો. આ સાથે આરબ-ઇઝરાઇલી યુદ્ધ શરૂ થયું. આરબોએ તેમના સૈન્યને યુદ્ધમાં મોકલ્યા અને ઇજિપ્તની સહાયથી ઇઝરાયલ પર હુમલો કર્યો. યમન પણ યુદ્ધમાં જોડાયો. એક વર્ષ સુધી લડત ચાલ્યા બાદ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી.
જોર્ડન અને ઇઝરાઇલ વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી હતી. જેને ગ્રીન લાઇન નામ અપાયું હતું. આ યુદ્ધ દરમિયાન આશરે 70 હજાર પેલેસ્ટાનીઓ વિસ્થાપિત થયા હતા. યુદ્ધ પછી, 11 મે 1949ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ ઇઝરાઇલને તેની માન્યતા આપી.
1967માં, અરબ દેશોએ ફરી એકવાર ઇઝરાઇલ પર હુમલો કર્યો. પરંતુ આ વખતે ઇઝરાયેલે તેમને ફક્ત છ દિવસમાં પરાજિત કરી અને તેમના કબજે કરેલા વેસ્ટ બેંક, ગાઝા અને પૂર્વ જેરુસલેમ પર કબજો કર્યો. ત્યારથી, ઇઝરાઇલે આ વિસ્તારો પર કબજો કર્યો છે. તે યરૂશાલેમને તેની રાજધાની પણ કહે છે.
જો કે ગાઝાને કેટલાક વિસ્તારને ઈઝરાયલે પરત સોંપી દીધો હતો અને અત્યારે વધારે પડતા પેલેસ્ટાની લોકો ગાઝા પટ્ટીમાં રહે છે અને વેસ્ટ બેંકમાં રહે છે. ત્યારથી લઈને અત્યાર સુધી ઈઝરાયલના સૈન્ય અને પેલેસ્ટાની વચ્ચે સંધર્ષ થતો રહે છે.