પંજાબમાં કારમી હાર શા માટે મળી?, કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ક્યારેય શીખશે નહીઃ અમરન્દરસિંઘ
નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબજ નબળો રહ્યો છે. ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને બળવાખોર એવા કેપ્ટન અમરિન્દરસિંઘએ કોંગ્રેસની નેતાગીરી પર પ્રહારો કર્યા હતા. પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે. ત્યારે કેપ્ટન અમરિન્દર સિંઘનના કારણે કોંગ્રેસને હાર મળી હોવાના આક્ષેપનો જવાબ આપતા કેપ્ટને કોંગ્રેસની ટીકા કરી હતી.
કૉંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ અમરિન્દરને લીધે કોંગ્રેસને હાર મળી હોવાના કરેલા આક્ષેપના જવાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસનું નેતૃત્વ “ક્યારેય શીખશે નહીં”. તેમણે કહ્યું હતું કે, યુપીમાં કોંગ્રેસની શરમજનક હાર માટે જવાબદાર કોણ ? મણિપુર, ગોવા, ઉત્તરાખંડનું શું? પરાજ્યનો જવાબ દિવાલ પર બોલ્ડ લેટર્સમાં લખાયેલો છે પરંતુ હંમેશની જેમ હું માનું છું કે કોંગ્રેસની શીર્ષ નેતાગીરી તેને વાંચવાનું ટાળશે,”
80 વર્ષીય પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, જેમણે તેમની ટોચની સત્તામાંથી અનૌપચારિક રીતે દૂર કર્યા પછી તેમની પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની શરૂઆત કરી, પટિયાલા અર્બન મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી સામે તેમની પોતાની બેઠક હારી ગયા. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.
પંજાબ લોક કોંગ્રેસ એકપણ બેઠક જીતવામાં સફળ રહી નથી, અને સહયોગી ભાજપે કુલ 117 બેઠકોમાંથી માત્ર બે બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટી 92 બેઠકો સાથે જંગી જીત મેળવવામાં સફળ રહી છે, શાસક કોંગ્રેસને 18 બેઠકો સાથે બીજા સ્થાને ધકેલી દીધી છે.
રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું.”પંજાબના પુત્ર ચરણજીત સિંહ ચન્ની જવાબદારી સોંપીને કોંગ્રેસે એક નવું નેતૃત્વ રજૂ કર્યું, પરંતુ કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વમાં 4.5 વર્ષની સમગ્ર એન્ટિ-ઇન્કમ્બન્સી દૂર થઈ શકી નહીં અને તેથી લોકોએ પરિવર્તન માટે AAPને પસંદ કરીને સત્તાના સૂત્રો સોંપ્યા છે.