રિંગ સેરેમની શબ્દ આજકાલ ઘણો પ્રચલીત બન્યો છે સાદી ભાષામાં આપણે જેને વેવિશાળ કે સગાઈ કહી છે,આ પ્રસંગે યુવક અને યુવતી એક બીજાને રિંગ પહેરાવીને પોતાનું સગપણ પાક્કુ કરી દે છે. એટલે કે લગ્ન પહેલા કરવામાં આવતી આ એક પવિત્ર વિઘી છે, જો કે પહેલાના સમયમાં સગાઈ માટે નારિયેળ બન્ને પક્શ તરફથી બદલવામાં આવતા હતા અને ગોળ ઘાણા ખાઈને મોઢું મીઠું કરાવામાં આવતું ત્યારે હવે સગાઈના પ્રસંગે અંગુઠી પહેરાવામાં આવે છએ પણ શું તમે જાણો છો અંગુઠી શા માટે પહેરાવાઈ છે,જો નહી તો ચાલો જાણીએ આ પાછળ રહેલા કેટલાક કારણો વિશે.
લગ્નની શરૂઆત વીંટી વિના નથી થતી કારણ કે ‘રિંગ સેરેમની’ એ સંબંધની શરૂઆત છે, તેને પ્રેમની પ્રથમ ભેટ પણ કહેવામાં આવે છે. આટલું જ નહીં, વીંટી પણ મહિલાઓના આભૂષણોનો એક અભિન્ન ભાગ છે. પરંતુ તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે તેનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે.
જાણકારી પ્રમાણે સ્ત્રીઓના 16 શણગારમાંથી, 12માં નંબરનો શૃંગાર રિંગ અથવા ‘અંગુથી’ છે. સગાઈની વીંટી હંમેશા ત્રીજી આંગળીમાં પહેરવામાં આવે છે, જેને રિંગ ફિંગર કહેવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે આ આંગળી પરની નસ સીધી હૃદય સાથે જોડાયેલી હોય છે.અને એટલે જ બે જણ વચ્ચે જ્યારે સગાઈનો સંબંઘ બંઘાઈ તો આ સંબઘ દિલ સુઘી પહોંચે તે માટે આ રીંગ આ આગળીમાં જ પહેરાવાય છે.
વીંટી પહેરવાથી હાથની આંગળીઓ પર એકસમાન દબાણ જળવાઈ રહે છે, જેનાથી તે ભાગનું બ્લડ પ્રેશર સ્વસ્થ રહે છે, જેના કારણે સ્ત્રી-પુરુષનું બ્લડપ્રેશર સ્વસ્થ રહે છે, આ જ કારણ છે કે જે લોકો વધુ જ્વેલરી પહેરે છે તેઓનું બ્લડપ્રેશર ઓછું રહે છે આ સાથે જ કહેવાય છે કે જો વીંટી સોનાની હોય તો તે વ્યક્તિને સુખ અને પ્રગતિની અનુભૂતિ કરાવે છે. જો વીંટી ચાંદીની હોય તો તે વ્યક્તિને ધૈર્ય પ્રદાન કરે છે.
આ સહીત જો વીંટી મોતીથી બનેલી હોય તો તે વ્યક્તિના ગુસ્સાને શાંત રાખે છે. જો વીંટી હીરાની બનેલી હોય તો તે વ્યક્તિને પૈસાદાર હોવાનો માનસિક અહેસાસ તો આપે જ છે પરંતુ તે વ્યક્તિના મનને પણ સ્વસ્થ રાખે છે કારણ કે હીરા નકારાત્મક વિચારો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે.