માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે.
બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રતીમ સિંહ અરોડાની ડિવીઝન બેન્ચે કહ્યું છે કે જો એક સંસ્થાને મદદ કરવામાં આવે છે, તો અન્ય ધાર્મિક સંસ્થાઓ પણ આર્થિક મદદ માંગવા માટે કાલે આગળ આવી શકે છે. બેંચે કહ્યું છે કે જો આ એક ધર્મ સાથે કરવામાં આવે છે, તો અન્યો પણ આગળ આવશે અને કહેશે કે અમને સબસિડી આપો. શું ક્યાં સમાપ્ત થશે. આ તે લોકો નથી, જે રાજ્ય માટે કામ કરી રહ્યા છે. સાઉથ ઈન્ડિયામાં અથા દેશના અન્ય ભાગોમાં જાવ અને તમે જોશો કે ધાર્મિક સંસ્થાઓ મોટી ભૂમિકાઓ નિભાવે છે.જો તમે પ્રાચીન ભારત સંદર્ભે વાંચશો આખી અર્થવ્યવસ્થા મંદિરોની આસપાસ ફરે છે. તમામ સંસ્થાઓ સમાન છે.
કોર્ટે દિલ્હી સરકારના નાણાં વિભાગને પણ પક્ષકાર બનાવ્યો છે અને તમામ પક્ષોને ચાર સપ્તાહની અંદર જવાબ આપવા તાકીદ કરી છે. અરજદાર વકીલ રુકમણિ સિંહે કહ્યું છે કે ભારતીય બંધારણ કહે છે કે રાજ્ય સેક્યુલર રહેશે અને માટે એક ધર્મના લોકોને વેતન અથવા માનદેય આપવાની દિલ્હી સરકારની નીતિ બંધારણની વિરુદ્ધ છે.