Site icon Revoi.in

શિયાળાની સવારે નાસ્તામાં ગાજરના સુપનું કરો સેવન , હેલ્થ માટે છે ગુણકારી

Social Share

શિયાળાની સિઝન આવી ચૂકી છે સાથે જ લીલા શાકભાજીની ઋતુ એટલે પણ શિયાળો જ, શિયાળામાં શાકભાજી તથા સલાડ ખાવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે,ખાસ વાત કરીએ ગાજરની તો આ સિઝનમાં ગાજર ખાવા જ જોઈએ તેના સેવનથી કેટલીક બીમારીો તો દૂર થાય જ છે સાથે સાથે શરીરને એનર્જી મળે છે આ સાથે જ લોહીની ઉણપ પણ ગાજરના સેવનથી દૂર થાય છે,તો ચાલો જાણીએ ગાજર ખાવાથી બીજા કેટલા ફાયદાઓ થાય છે.જો તમે દરરોજ સવારે એક ગ્લાસ ગાજરના સૂપનું ,સેવન કરો છો તો તમારી રોગપ્રતિકાર શક્તિ મજબૂત બનશે. કારણ કે ગાજરમાં ઘણા ગુણો સમાયેલા હોય છે

ગાજરનું સેવન આપણી આંખની રોશની તેજ કરે છે,તમારા આહારમાં સલાડ કરીકે કાચા ગાજરનું સેવન કરવાથી આંખો સારી રહે છે,તથા આંખને લગતી સમસ્યાઓથી છૂટકારો મળે છે.તેમાં રહેલા બીટા કેરોટીન થી ફાયદો થશે. તે પેટમાં વિટામિન A માં પરિવર્તિત થાય છે

ગાજર ખાવાથી તબીયત સુધરી જાય છે. સૂર્યના તડકાથી થતા નુકસાનને પણ ગાજર દૂર કરે છે. ગાજર ખાવાથી ત્વચા ઉપરાંત વાળ અને નખ પણ સુધરે છે. નિયમિત રીતે ગાજર ખાવાથી ત્વચા અને વાળની ચમક વધે છે.ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પી જવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે

આ સાથે જ એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરનું સેવન કરે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં ઘટે છે.આ સાથે જ ગાજરમાં વિટામીન એ,સી અને કે પુષ્કર પ્રમાણમાં હોય છે. સાથે ઘણાં મિનરલ્સ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ સાથે જ કેટલાક નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં એ વાત માનવામાં આવી છે કે ગાજરમાં ફાલ્કેરિનોલ નામનું પ્રાકૃતિક જંતુનાશક હોય છે. જે કેન્સરનું જોખમ ઘટાડે છે.કેન્સર સામે ગાજર રક્ષણ આપવાનું કામ કરે છે.ગાજરમાં સમાયેલા તત્વો એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે.વધતી ઉમંરની સમસ્યામાં અનેક બીમારીને દૂર કરે છે.

શિયાળામાં આપણાને અનર્જી પુષ્કર જોઈએ છે ઠંડીથી રક્ષમ મેળવવા માટે જેને લઈને ગાજર ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. ગાજરમાં વિટામીન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે અને તે બંને એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે.આ સાથે જ ગાજરના સેવનથી દાંત સાફ રહે છે તેની સાથે સાથે તે શ્વાસને સ્વચ્છ રાખે છે અને પેઢાને મજબૂત બનાવે છે.