સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકો દરેક જગ્યાએ ફોન લઈ જાય છે અને તેનો ઉપયોગ કરી રહ્યાં છે. ફોનમાં આગ લાગવાના સમાચાર તમે અવારનવાર સાંભળ્યાં જ હશે. ફોનમાં આગ લાગવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં મુખ્યત્વે બેટરી સંબંધિત સમસ્યાઓ અને તકનીકી ખામીઓનો સમાવેશ થાય છે.
લિથિયમ-આયન બેટરી નિષ્ફળતા: મોટાભાગના સ્માર્ટફોનમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. જો બેટરી વધારે ચાર્જ થઈ ગઈ હોય, ખતમ થઈ ગઈ હોય અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય, તો તે વધુ પડતી ગરમી પેદા કરી શકે છે, જેનાથી આગ લાગવાનું જોખમ વધી શકે છે.
ઓવરહિટીંગઃ જો ફોનનો વધુપડતો ઉપયોગ કરવામાં આવે છે અથવા તેને લાંબા સમય સુધી ચાર્જ કરવામાં આવે છે, તો તેના કારણે ફોન ગરમ થઈ શકે છે. ત્યારે ફોનમાં આગ લાગવાની શક્યતા વધી શકે છે.
ખામીયુક્ત ચાર્જર અથવા કેબલનો ઉપયોગ: જો તમે નકલી અથવા ખામીયુક્ત ચાર્જર અથવા USB કેબલનો ઉપયોગ કરો છો, તો તેનાથી બેટરીને નુકસાન થઈ શકે છે અને આગ લાગવાનું જોખમ વધી શકે છે.
ફિઝીકલ ડેમેજ: જો ફોન ડ્રોપ અથવા દબાવવામાં આવે છે, ત્યારે બેટરી અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ભાગોને નુકસાન થઈ શકે છે, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે. આ શોર્ટ સર્કિટ આગનું મોટું કારણ બની શકે છે.
સોફ્ટવેરની ખામી: કેટલીકવાર ફોનનું સોફ્ટવેર બેટરીને યોગ્ય રીતે મેનેજ કરી શકતું નથી, જેના કારણે ઓવરહિટીંગની સમસ્યા થઈ શકે છે, અને આગનું કારણ બની શકે છે, તેથી જ્યારે અપડેટ આવે ત્યારે તરત જ અપડેટ કરો.