Site icon Revoi.in

સવારે શા માટે ચા અને કોફી ખાલી પેટે ન પીવી જોઈએ, જાણીલો તેનાથી થતા નુકશાન

Social Share

આપણા દરેકને સવાર પડે એટલે ચા પીવા જોઈએ છીે, ઘમા લોકોને ચાની એવી આદત હોય છે કે ખાલી પેટે ચા પી લેતા હોઈ છે,જો કે ચા,કોફી કે પછી તીખી તળેલી વસ્તુઓને ખાલી પેટે ખાવી ટાળવી જોઈએ તેનાથી પેટને સમસ્યા થાય છે.આ પ્રકારનો ખોરાક ખાલી પેટે લેવાથી એસિડિટી થવાની શક્યતકાો વધી જાય છે, આ  પ્રકારની ખાદ્ય ચીજોનું સેવન ખાલી પેટે કરવાથી પેટમાં ચૂંક અને દુઃખાવો થવાની અનેક સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું સેવન ક્યારેય પણ ખાલી પેટે ન કરવું જોઈએ.

ટમેટાં- ટમેટાંમાં એસિડ હોય છે. ટમેટામાં એસિડના કારણે જો તમે તેને ખાલી પેટે ખાશો તો પેટમાં એસિડિટી થઈ જશે. પેટમાં પહેલેથી હાજર રસાયણો સાથે પ્રતિક્રિયા પછી આ એસિડ એવા તત્ત્વો બનાવી દેશે જેના કારણે થઈ પથરી થઈ શકે છે. ટમેટામાં રહેલા કૉલેસ્ટૅરૉલ, કૅલેરી અને સૉડિયમ પણ ખાલી પેટે તમને નુકસાન કરી શકે છે.

દવાઓ:એલોપેથિક દવાઓ પણ ખાલી પેટે લેવાથી એસિડ ઉત્પન્ન કરે છે જેનાથી શરીરમાં અસંતુલન પેદા થાય છે. ઉપરાંત ખાલી પેટે દવા લેવાથી રિએક્શન આવવાનો પણ ડર હોય છે. ખાલી પેટે દવાઓ જો ડૉક્ટરોની સલાહ હોય તો જ તમારે લેવી જોઈએ, અન્યથા નહીં.

કેળા – શું તમે જાણો છો કે કેળાને ક્યારેય ખાલી પેટે ન ખાવું જોઈએ? તમને પ્રશ્ન થશે કે આ શું કામ તો તેનો જવાબ એ છે કે ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઘણું વધી જાય છે. તેના કારણે લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના પ્રમાણમાં અસંતુલન થઈ જાય છે. ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં છાતીમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે.

ચા તથા કૉફી –  ચા અને કોફી પણ ખાલી પેટે ખાવી જોખમી છે કારણ કે ચામાં થીન અને કોફીમાં કેફીન હોય છે. ખાલી પેટે ચા-કૉફીનું સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે નુકસાનદાયક રહે છે પરંતુ જો તમને સવારે ચા કે કોફી વગર ચાલે તેમ ન જ હોય તો તમારે સવારે ઉઠીને પહેલા એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ અથવા ચા કોફી સાથે  કંઈક  નાસ્તો જોઈએ.

તીખી અને તળેલી વસ્તુઓ –  સવારમાં કંઈને કંઈ ખાવા આપણાને  જોઈએ છે. તેમાં પણ કંઈ ચટપટું કે મસાલેદાર મળે તો જ ખાવું ઘણાનો એવો આગ્રહ હોય છે પમ ા આદત ખૂબ ખરાબ છે, ક્યારેય ખાલી પેટે આવા પ્રદાર્થો ન ખાવા જોઈએ કારણ કે તેનાથી પાચન ખરાબ થઈ જાય છે તેનાથી શરીરમાં હાજર એસિડ પર અસર પડે છે કારણ કે તેનાથી પેટમાં એસિડિટી થાય છે અને તેને કારણે પેટમાં ચૂંક આવી શકે છે.