Site icon Revoi.in

અંકુરિત મગ-ચણાનું કોમ્બિનેશ આરોગ્ય માટે છે ફાયદાકારક,જાણો તેના સેવનના ફાયદાઓ

Social Share

આપણે સૌ કોઈ ભાગદોળ વાળા જીવનમાં આપણા પોતાની કાળજી લેવાનું ક્યાંકને ક્યંા ભૂલી જતા હોઈએ છીે જો કે સૌથી મોટૂ સુખ એટલે નિરોગી હોવું અને આ નિરોગી થવા પાછળ મહેનત પણ ઘણી છે,ખાસ કરીને જંકફૂડ ન ખાવું ,શાકભાજી કે કઠોળનું કાયમ સેવન કરવું આ બાબત તમારા હેલ્થ માટે સારી રહે છે ખાસ કરીને ફણગાવેલા કઠોળ શરીરને નિરોગી રાખવામાં ઘણો ફાયદો કરે ચછે.

જે લોકોને પ્રોટીનની ઉણપ હોય તે લોકોએ ખાલી પેટે દરરોજ સવારે એક વાટકી ફણગાવેલા મગ કે ચણા ખાવા જોઈએ તેનાથી ભરપુર પ્રોટીન મળે છે.

ચણામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેને ખાવાથી પેટ કે કબજિયાત સંબંધિત સમસ્યા નથી થતી.યુરીનની સમસ્યા હોય તો ફણગાવેલા ચણા કે મગનું રોજ સેવન કરવું જોઈએ. આનાથી ઘણા ફાયદા થાય છે.

જો તમે તમારું  વજન ઉતારવા માંગો છો તો તમારે ચણા અને ફણગાવેલા મગનું સેવન કરવામાં આવે તો વજન ઉતારવામાં મોટી મદદ મળે છે.

આ સાથે જ ખાલી પેટે ફણગાવેલા ચણા કે મગ ખાવાથી આયર્ન અને ફોસ્ફરસની માત્રા શરીરમાં જળવાય રહે છે, જે હિમોગ્લોબીનનું સ્તર વધારે છે.અને લોહીને પણ શુદ્ધ કરવામાં મદદરુપ સાબિત થાય છે.

સુસ્તી અને થાકથી બચવા અને હંમેશા ઊર્જાવાન રહેવા માટે ફણગાવેલા ચણા રોજ ખાવા જોઈએ. થોડા દિવસોમાં તમે તાજગી, ઉર્જા અને જોમ અનુભવશો.આ સાથએ જ દિવસ દરમિયાન તમને થાક પણ નહી લાગે

ફણગાવેલા ચણા અથવા મગ ખાવાથી તમારા સ્નાયુઓ મજબૂત થાય છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો અથવા તેને સલાડમાં મિક્સ કરી શકો છો. તેમાં પ્રોટીન, વિટામીન અને ફાઈબર વધુ હોય છે, જે તણાવને પણ દૂર કરે છે.