1. Home
  2. ગુજરાતી
  3. ભારત સહિત દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી,માર્ચમાં જ હીટવેવની આગાહી
ભારત સહિત દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી,માર્ચમાં જ હીટવેવની આગાહી

ભારત સહિત દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી,માર્ચમાં જ હીટવેવની આગાહી

0
Social Share
  • દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી
  • માર્ચમાં જ હીટવેવની આગાહી
  • ધરતીના ધ્રુવ પણ થઇ રહ્યા છે ગરમ ?

માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે એમાં ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે.ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ હીટવેવ ચાલી રહી છે.હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જારી કરવાનું શરૂ કરી દીધું છે.ભારત વિશે વાત કરીએ તો, સામાન્ય રીતે એપ્રિલથી ગરમી પડવાનું શરૂ થાય છે અને મે-જૂનમાં સખત ગરમી પડે છે.આ મહિનામાં હીટવેવ એટલે કે લૂ ચાલે છે.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્રમ બદલાયો છે.આ વખતે માર્ચ મહિનાથી ગરમી પડવા લાગી છે.એવું નથી કે આવું માત્ર ભારતમાં જ છે.સમગ્ર વિશ્વ જળવાયુ સંકટ સામે ઝઝૂમી રહ્યું છે અને વિશ્વના ઘણા દેશોમાં ગરમી વધી રહી છે.જળવાયુ પરિવર્તન માત્ર ભારત જ નહીં પરંતુ ઘણા દેશોને અસર કરી રહ્યું છે.

પૃથ્વીના ધ્રુવો પણ આ અસરથી અસ્પૃશ્ય નથી.ધ્રુવો પર પણ હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે.આર્કટિક અને એન્ટાર્કટિક બંનેમાં ગરમી વધી રહી છે.વૈજ્ઞાનિકોએ ફરી એકવાર ક્લાઈમેટ ચેન્જને લઈને ચેતવણી આપી છે.નિષ્ણાંતોનું માનવું છે કે,પૃથ્વીના ધ્રુવો પર એક સાથે ગરમી વધી છે.તો આવો જાણીએ આ પાછળના કારણો શું છે.

અહેવાલો અનુસાર, એન્ટાર્કટિક પઠાર સ્થિત કોનકોર્ડિયા સ્ટેશનનું તાપમાન સામાન્ય રીતે -50 ડિગ્રી સુધી પહોંચે છે,પરંતુ તાજેતરના સમયમાં, ત્યાંનું તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. એન્ટાર્કટિકાના કેટલાક ભાગો સરેરાશ કરતાં 70 °C (40 °C) કરતાં વધુ ગરમ છે.આર્કટિક પ્રદેશના કેટલાક ભાગો સરેરાશ કરતા 50 °C (30 °C) વધુ ગરમ છે.

પૃથ્વીના બંને ધ્રુવો પર બરફ એક સાથે પીગળી રહ્યો છે.આ સ્થિતિએ હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કર્યા છે.અત્યાર સુધી એવું જોવા મળ્યું નથી કે બંને ધ્રુવો પર એક સાથે બરફ પીગળી રહ્યો હોય.વૈજ્ઞાનિકોનું માનવું હતું કે,ઉનાળા પછી એન્ટાર્કટિકનું તાપમાન ફરી ઘટી શકે છે. ધીમે ધીમે આર્કટિકમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે.પરંતુ બંને ધ્રુવો પર એક સાથે પીગળતો બરફ જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરના વૈજ્ઞાનિક વોલ્ટ મેયર કહે છે કે આ એક અણધારી સ્થિતિ છે.

બંને ધ્રુવો પર જે રીતે તાપમાન એકસાથે જોવા મળ્યું છે તેને વૈજ્ઞાનિકોએ પૃથ્વીના વાતાવરણમાં અભૂતપૂર્વ ફેરફાર ગણાવ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,ધ્રુવો પર બરફના સતત પીગળવાના કારણે નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.બરફના ઝડપથી પીગળવાના કારણે સમુદ્રમાં પાણીનું સ્તર ઝડપથી વધશે અને આવી સ્થિતિમાં વિશ્વના ઘણા ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જવાનો ભય રહેશે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે,એન્ટાર્કટિકાનું તાપમાન તીવ્ર પવનને કારણે વધી રહ્યું છે.યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ખાતે એસોસિયેટ પ્રોફેસર એલેક્સ સેન ગુપ્તા કહે છે કે,ઓસ્ટ્રેલિયાની દક્ષિણે સ્થિત દક્ષિણ મહાસાગર પર વિવિધ હવામાન પ્રણાલીઓ જોવા મળી રહી છે.તે ઓસ્ટ્રેલિયાથી પૂર્વ એન્ટાર્કટિકા સુધી વિસ્તરેલા ખૂબ જ મજબૂત ધ્રુવીય પવનો સાથે આગળ વધે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code