Site icon Revoi.in

વિશ્વ કેન્સર દિવસ ક્યારે અને કેમ ઉજવવામાં આવે છે ? જાણો

Social Share

વિશ્વ કેન્સર દિવસ વિશ્વભરમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. કેન્સર અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી 1933 માં શરૂ થઈ હતી. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ છે “હું છું અને હું હોઈશ” આ થીમ વર્ષ 2019 થી 2021 સુધી ત્રણ વર્ષ રાખવામાં આવી છે, જે આ વર્ષે શરૂ છે.

વિશ્વ કેન્સર દિવસ શા માટે મનાવવામાં આવે છે

વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સામાન્ય લોકોને કેન્સરના જોખમોથી જાગૃત કરવા અને તેના લક્ષણો અને નિવારણ વિશેની જાણકારી આપવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો છે જે સમજે છે કે, આ રોગ સ્પર્શ દ્વારા ફેલાય છે, જેના કારણે લોકો કેન્સરના દર્દીઓની સારી સારવાર કરતા નથી. આ દિવસ કેન્સર વિશે ફેલાયેલી ગેરસમજોને ઘટાડવા અને કેન્સરના દર્દીઓને મોટીવેટ કરવા માટે ઉજવવામાં આવે છે. આ માટે સરકારી અને બિન-સરકારી સંગઠનો સમગ્ર વિશ્વમાં શિબિર, પ્રવચનો અને પરિસંવાદોનું આયોજન કરે છે.

વિશ્વ કેન્સર દિવસનો ઈતિહાસ

યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા વર્ષ 1993 માં વિશ્વ કેન્સર દિવસની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ કેન્સર દિવસ પ્રથમ વખત યુઆઈસીસી દ્વારા સ્વિટ્ઝલેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જો કે, કેટલાક અન્ય મુખ્ય કેન્સર મંડળીઓ, સારવાર કેન્દ્રો, દર્દી જૂથો અને સંશોધન સંસ્થાઓએ પણ તેને આયોજિત કરવામાં મદદ કરી. મળતી માહિતી મુજબ, તે સમયે લગભગ 12.7 મિલિયન લોકો કેન્સર સામે લડી રહ્યા હતા. અને દર વર્ષે લગભગ 7 મિલિયન લોકો કેન્સરને લીધે મરી રહ્યા હતા.

આના કારણે થઇ શકે છે કેન્સર

તમાકુ અથવા ગુટખાના લાંબા ગાળાના સેવન, સિગારેટ પીવું, આલ્કોહોલ પીવો, લાંબા સમય સુધી રેડિએશનનો સંપર્ક કરવો, આનુવંશિક ખામી, શારીરિક નિષ્ક્રિયતા, નબળા પોષણ અને કેટલીકવાર સ્થૂળતા પણ કેન્સર તરફ દોરી જાય છે.

કેન્સરના ઘણા પ્રકારો છે

કેન્સરના ઘણા પ્રકારો છે, પરંતુ જે કિસ્સાઓ સૌથી સામાન્ય છે તે છે સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાના કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મગજનું કેન્સર, યકૃતનું કેન્સર, બોનનું કેન્સર,મોઢાનું કેન્સર અને ફેફસાંનું કેન્સર સામેલ છે.

કેન્સરના લક્ષણો આ હોય શકે છે

શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ હોવી, ગળી જવામાં મુશ્કેલી થવી, પેટમાં સતત દુખાવો રહેવો, ઘા ઠીક ના થવા, ત્વચા પર નિશાન પડવા, સ્નાયુ અને સાંધાનો દુખાવો, કફ અને છાતીમાં દુખાવો, થાક અને નબળાઇ લાગવી, શરીરનું વજન અચાનકથી વધુ અથવા ઓછુ થઇ જવું.