Site icon Revoi.in

૨૨ ડિસેમ્બરના રોજ ગણિત દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? જાણો આ દિવસનો ઇતિહાસ અને મહત્વ

Social Share

ઘણા વિદ્વાનોએ ગણિતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું,જેમાં આર્યભટ્ટ,મહાવીર,બ્રહ્મગુપ્ત,ભાસ્કર સામેલ હતા.આ બધા સિવાય ફક્ત એક શ્રીનિવાસ રામાનુજન જ હતા. જેમણે ખૂબ જ નાની ઉંમરે સ્પષ્ટ પ્રતિભાના લક્ષણો બતાવ્યા હતા. રામાનુજનનો જન્મ ૧૮૮૭ માં તમિલનાડુના ઇરોડમાં થયો હતો. અને ૧૨ વર્ષની ઉંમરે ઔપચારિક શિક્ષણનો અભાવ હોવા છતાં તેણે ત્રિકોણમિતિમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. અને કેટલાક પ્રમેયનો વિકાસ પણ કર્યો હતો. અનંત શ્રુંખલા,અંશો,ગાણિતિક વિશ્લેષણ,સંખ્યા સિદ્ધાંત વિશેના તેમના યોગદાને ગણિતમાં એક ઉદાહરણ બેસાડ્યું છે. આ કારણોસર તેમના સન્માનમાં આપણે ગણિતશાસ્ત્રીની જન્મજયંતિ પર દર વર્ષે ૨૨ ડિસેમ્બરે ગણિત દિવસની ઉજવણી કરીએ છીએ.

ગણિતમાં યોગદાન

રામાનુજનને સતત અપૂર્ણાંકની નિપુણતા માટે માન્યતા આપવામાં આવી હતી. અને હાયપરમેટ્રિક શ્રુંખલા, રીમૈન શ્રુંખલા, ઝેટા ફંક્શન અને લંબગોળ ઇન્ટિગ્રલના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું હતું.

ગણિત દિવસનો ઇતિહાસ

૨૦૧૨ માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ચેન્નઇમાં જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ૨૨ ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિન તરીકે જાહેર કર્યો હતો.

ગણિત દિવસનું મહત્વ

આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની પેઢીમાં શિક્ષણ પ્રત્યેના સકારાત્મક વલણને વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગણિતશાસ્ત્રીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિબિર દ્વારા તાલીમ આપવામાં આવે છે.

મહાન ગણિતશાસ્ત્રી પર એક બાયોપિક પણ બનાવવામાં આવી હતી. જેમાં ‘ધ મૈન હૂ ન્યૂ ઇન્ફિનિટી’માં દેવ પટેલે અભિનય કર્યો હતો, જે ૨૦૧૫માં રીલીઝ થઇ હતી.

-દેવાંશી