Site icon Revoi.in

શિયાળામાં ‘કાળા તલ’ શા માટે ખાવામાં આવે છે – જાણો તલ ખાવાથી થતા ફાયદાઓ

Social Share

શિયાળો આવતાની સાથે ધરમાં મગફળી, તલ, સૂંઠ વગેરે ખાવાનું પ્રમાણ વધતું હોય છે,જેમાં ખાસ કરીને તલ વધુ ખવાતા હોય છે.તલની જુદી-જુદી વસ્તુઓ ઘરમાં બનતી હોય છે,જેમ કે તલના લાડુ, તલની ચીકી અને ખાસ કરીને તમામ પ્રકારના પાકમાં તલને એડ કરવામાં આવે છે,પરંતુ શું તમે જાણો છો તલ ખાવાથી શું ફાયદા થાય છે.તો ચાલો જાણીએ.

આપણે જાણીએ છીએ તેમ તલ બે પ્રકારનો હોય છે સફેદ અને કાળા તલ, ખાસ કરીને શિયાળામાં કાળાતલની હાનિ લોકો ખાાવાનું પસંદ કરે છે,બન્ને તલની તાસીર ગરમ હોય છે જે ઠંડીની ઋતુમાં ગરમાટો ઇત્પન્ન કરે છે,શરીરના લોહીને ફરતુ રાખે છે.તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક રોગ અને તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે.

કાળા તલ અને તલના અનેક ફાયદાઓ