21 જૂને ઉજવવામાં આવે છે વર્લ્ડ મ્યૂઝિક ડે, જાણો તેનો ઈતિહાસ અને તેને લગતી મહત્વની વાતો
- 21 જૂને શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ મ્યૂઝિક જાણો
- સંગીત માનવ સ્વાસ્થયને સકારાત્નક અસર કરે છે
સંગીત જે સીધી રીતે આપણા સાથે જોડાયેલું છે,સંગીત વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તે સંગીત સાંભળીને પોતાના મનને પ્રસન્ન કરે છે ભારતમાં શાસ્ત્રીય સંગીત પહેલાના સમયમાં પ્રચલીત હતું જેમ જેમ દાયકોઆ ઓગળ વધતા ગયા તેમ તેમ સંગીતના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવતા ગયા, આજે આપણે સંગીતની વાત એટલે કરી રહ્યા છીએ કે 21 જૂનના રોજ વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ આજના આ દિવસનો ઈતિહાસ અને તેના સાથે જોડાયેલી કેટલીક વાતો વિશે.
ભારતમાં સંગીતની જેટલી વિવિધતા જોવા મળે છે એટલી વિશ્વમાં બીજે ઓછી જોવા મળે છે. ભારતમાં જેટલી વિવિધ ભાષા બોલાય છે, એટલુંજ વિવિધ સંગીત જોવા મળે છે. જેમ કે ગુજરાતમાં ગરબા, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવડી, સાઉથમાં તે લોકોનું તેલુગુ, તમિલ, કન્નડ સંગીત.
ક્યારથી આ દિવસની ઉજવણી શરુ કરાઈ
વિશ્વ સંગીત દિવસની ઉજવણી ફ્રાન્સના સંગીત અને નૃત્ય નિર્દેશક મૌરીસ ફ્લ્યુરેટ દ્વારા 1981 માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેની પ્રથમ ઉજવણી 1982માં 21મી જૂને થઈ હતી. મોરિસ ફ્લ્યુરેટ અને તત્કાલીન ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રી જેક્સ લેંગ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું કારણ કે તેમને કેટલાક સંશોધનો પરથી જાણવા મળ્યું હતું કે સંગીત સમારોહમાં યુવાનોની ભાગીદારી ઓછી છે. તેથી ફ્રેન્ચ સંસ્કૃતિ પ્રધાન જેક લેંગ આર્કિટેક્ટ-સિનેગ્રાફર ક્રિશ્ચિયન ડુપાવિલોન સાથે મળીને, 1982 માં પેરિસમાં સંગીતકારોને ભેગા કરવાની યોજના બનાવી. જે પછી 21 જૂન 1982 ના રોજ પેરિસમાં પ્રથમ વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હાલમાં વિશ્વ સંગીત દિવસ 130 દેશોમાં ઉજવવામાં આવે છે. તે દરેક દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. પરંતુ ફ્રાન્સમાં, ‘Fête de la Music’ હેઠળ, શેરીઓમાં જાહેરમાં સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. ગાયકોથી લઈને સંગીતકારો લોકોનું મફતમાં મનોરંજન કરે છે.
વિશ્વ સંગીત દિવસ ઉજવવામાં આવે છે જેથી ઘણી પરંપરાગત સંગીત શૈલીઓ ફરીથી ઉજવવામાં આવે અને તેને પુનર્જીવિત કરી શકાય. લોકોએ પરંપરાગત સંગીત શૈલીઓ અને સંગીતની શૈલીઓને જીવંત રાખવી જોઈએ જેને લોકો ભૂલી રહ્યા છે.
જો કે હવે ભારત, ઇટાલી, ગ્રીસ, રશિયા, ઓસ્ટ્રેલિયા, પેરુ, બ્રાઝિલ, એક્વાડોર, મેક્સિકો, કેનેડા, અમેરિકા, યુકે, જાપાન, ચીન, મલેશિયા સહિતના ઘણા દેશો 21 જૂને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે.