Site icon Revoi.in

વિકેટ કિપર બલ્લેબાજ ઋષભ પંત T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં ઈન્ડિયાના 8મા કેપ્ટન બન્યા

Social Share

દિલ્હીઃ- ટીમ ઈન્ડિયાને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 9 જૂન 2022ના રોજ, કેએલ રાહુલના રૂપમાં 8મો કેપ્ટન મળવાનો હતો , પરંતુ હવે કેએલ આ લીસ્ટમાંથી બહાર છે. કેએલ રાહુલનું શોર્ટ ફોર્મેટમાં ભારતીય ટીમના 8મા કેપ્ટન બનવાનું સ્વપ્નું પુરુ નથી કર્યું

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે T20 ક્રિકેટમાં ભારતીય ટીમનો 8મો કેપ્ટન વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હશે, કારણ કે કેએલ રાહુલ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.i

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પસંદગીકારોએ રોહિત શર્માની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચોની T20 શ્રેણી માટે કેએલ રાહુલને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ કેએલ રાહુલ શરૂઆતના એક દિવસ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો. અને તે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, તે ભારતનો 8મો T20I કેપ્ટન નહીં હોય. હવે આ એવોર્ડ વિકેટકીપર ઋષભ પંતના માથે જવાબદારી આવી છે

અત્યાર સુધી 7 કેપ્ટન ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના પ્રથમ કેપ્ટન વીરેન્દ્ર સેહવાગ હતા, જેમણે 2006માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. તે જ મેચમાં તે ટીમનો કેપ્ટન હતો. આ પછી એમએસ ધોનીએ 72, સુરેશ રૈનાએ 3, અજિંક્ય રહાણેએ 2, વિરાટ કોહલીએ 50, રોહિત શર્માએ 28 અને શિખર ધવને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે.