Site icon Revoi.in

પતિના વર્ક ફ્રોમ હોમથી પત્ની કંટાળીઃ પતિના બોસને લેટર લખીને ઓફિસ બોલાવવા કરી વિનંતી

Social Share

દિલ્હીઃ કોરોનાએ લોકોના જીવન, અભ્યાસ અને કામ કરવાની પદ્ધતિ પૂરી રીતે બદલી નાખી છે. ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અમલમાં આવ્યું છે. પરંતુ હવે લોકો આ નવા કલ્ચરથી કંટાળી ગયા છે. દરમિયાન એક જોરદાર પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક પત્નીએ પોતાના પતિને ઓફિસ બોલાવવા માટે તેના બોસને વિનંતી કરી છે. આ લેટર દેશના જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ ટ્વીટ પર શેયર કર્યો છે.

ઉદ્યોગપતિ અવાર-નવાર ટ્વીટ ઉપર નવી નવી જાણગકારીઓ શેયર કરે છે. તેમણે ફરી એકવાર ટ્વીટ કર્યું છે જેમાં તેમણે એક મહિલાનો લેટર શેયર કર્યો છે. જેમાં તે પોતાના પતિને ઓફિસમાં બોલાવવા વિનંતી રી છે. ગોયનકાએ આ મજાકિયો અંદાજમાં શેયર કરીને લખ્યું કે, ખબર નથી કે હું તેમને આનો કેવી રીતે જવાબ આપી શકું. ઉદ્યોગપતિના ટ્વીટને લોકો પસંદ કરી રહ્યાં છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ લેટરમાં મહિલા પોતાના પતિના વર્ક ફ્રોમ હોમથી પરેશાન છે. જો આવુ વધારે દિવસ ચાલશે તો મારા લગ્ન તૂટી જશે. મારા પતિ દિવસમાં 10 કપ કોફી પી જાય છે અને આખો દિવસ અલગ-અલગ રૂમમાં ફર્યા કરે છે. જેથી ઘર ગંદુ થાય છે. તેમજ પતિ કામ દરમિયાન સૂઈ પણ જાય છે.

મહિલાએ લેટરમાં વધુમાં લખ્યું છે કે, પતિએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. હવે ઓફિસમાં કામ વખતે કોવિડ પ્રોટોકોલને પાલન કરે છે, જો આમ જ વર્ક ફ્રોમ હોમ ચાલતુ રહેશે તો લગ્ન તૂટી જશે. ઉદ્યોગપતિની આ ટ્વીટને અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સ પોતાની સાથે આ બનાવને જોવે છે અને જોરદાર રિએક્શન આપે છે. એક યુઝર્સે લખ્યું છે કે, મોટાભાગના ઘરની સમસ્યા બની ચુકી છે જેથી તેને મજાકમાં ન લેવો જોઈએ, મહિલા ઉપર ઘર અને બાળકોની જવાબદારી હોય છે. અન્ય યુઝર્સે મહિલાને રાજકારણમાં જોડાવવાની અને શિક્ષા મંત્રી અથવા મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવાનું કહ્યું છે.