1. Home
  2. ગુજરાતી
  3. કેરળમાં પત્નીઓની અદલા-બદલીના રેકેટનો પર્દાફાશઃ સાતની ધરપકડ
કેરળમાં પત્નીઓની અદલા-બદલીના રેકેટનો પર્દાફાશઃ સાતની ધરપકડ

કેરળમાં પત્નીઓની અદલા-બદલીના રેકેટનો પર્દાફાશઃ સાતની ધરપકડ

0
Social Share

બેંગ્લોગઃ કેરળના કોટ્ટયમ નજીક કરુકાચલ ખાતે પત્નીઓની કથિત અદલાબદલીના રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. પોલીસે પીડિત મહિલાના પતિની પણ ધરપકડ કરી હતી. પીડિત મહિલાને તેના પતિએ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. આ ટોળકી એકબીજાના સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલાની ફરિયાદની તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ થયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને અન્ય પુરૂષો સાથે અકુદરતી સંબંધો બાંધવા દબાણ કરવામાં આવતું હતું. પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાને તેના પતિએ અન્ય લોકો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તપાસ બાદ પોલીસ ટોળકી સુધી પહોંચી હતી. પોલીસ અનુસાર, ગેંગ ટેલિગ્રામ, મેસેન્જર એપ દ્વારા એકબીજાનો સંપર્ક કરતી હતી. કોટ્ટયમ, અલાપ્પુઝા અને એર્નાકુલમથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આ ચેટ ગ્રૂપમાં હજારો મેમ્બર્સ છે, તેથી ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code