વારંવાર સાસરી છોડીને જતી રહેતી હતી પત્ની, હાઈકોર્ટે આને ક્રૂરતા ગણાવીને છૂટાછેડાં કર્યા મંજૂર
દિલ્હી: પત્નીનું વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતા છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના એક આદેશમાં આ ટીપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પતિની ભૂલ વગર પત્નીનું વખતોવખત સાસરી છોડવી માનસિક ક્રૂરતાનું કામ છે. તેની સાથે જસ્ટિસ સુરેશકુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે પત્ની દ્વારા ક્રૂરતા અને પરિત્યાગના આધારે પતિના છૂટાછેડાંની માગણીને મંજૂર કરી હતી. હાઈકોર્ટે હિંદુ વિવાહ અધિનિયમ, 1955ની કલમ-13(1) (i-a) અને 13 (1) (i-b) હેઠળ છૂટાછેડાને મંજૂરી આપી છે.
લાઈવ લૉના રિપોર્ટ મુજબ, હાઈકોર્ટે કહ્યું છે કે આ એક સ્પષ્ટ મામલો છે. પત્ની પોતના પતિની કોઈપણ ભૂલ વગર વખતોવખત વૈવાહિક ઘર છોડીને ચાલી જતી હતી. પત્ની દ્વારા વખતોવખત આ પ્રકારના પગલા ઉઠાવવવા માનસિક ક્રૂરતાનું કામ છે. પતિને કોઈપણ કારણ વગર અથવા ઔચિત્ય વગર આ ક્રૂરતાનો સામનો કરવો પડયો.
તેની સાથે હાઈકોર્ટની ખંડપીઠે લગ્નના પવિત્ર બંધન પર મહત્વની ટીપ્પણી કરી હતી. ખંડપીઠે કહ્યું છે કે લગ્ન પરસ્પર સહયોગ, સમર્પણ અને નિષ્ઠાની ઉપજાઉ ભૂમિ પર ફાલેફૂલે છે. પરંતુ સતત તોફાનના પ્રકારે વારંવાર અળગ થવાની હરકતો, તેના પાયાને ઉખાડી નાખે છે અને સંબંધની પવિત્રતાને ખતરામાં નાખે છે. કોર્ટે કહ્યું છે કે અંતર અને ત્યાગના તોફાન વચ્ચે, આ બંધન તૂટી જાય છે. તેને ફરીથી સુધારી શકાય નહીં. આ વિશ્વાસ અને પ્રતિબદ્ધતાના આ સંબંધ પર અપૂરણીય ઘા છોડી જાય છે.
આ દંપત્તિના લગ્ન 1992માં થયા હતા અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેના પહેલા ફેમિલી કોર્ટે પતિની અરજી નામંજૂર કરી દીધી હતી. પતિએ દાવો કર્યો છે કે તેમના પત્નીની અંદર સંયમ નથી અને તે અસ્થિર સ્વભાવની છે. આ ઘણો જુલ્મ કરે છે. પતિએ કહ્યુ છે કે 2011 સહીત ઓછામાં ઓછા સાત મોકા પર તે સાસરી છોડીને ચાલી ગઈ.
ફેમિલી કોર્ટ બાદ પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી તેનો કોર્ટે સ્વીકાર કરી લીધો. હાઈકોર્ટની ખંડપીઠે ક્હ્યું કે પતિ તરફથી ક્રૂરતાનું કોઈ કાર્ય કરવામાં આવ્યું ન હતું. ખંડપીઠે કહ્યું છે કે તમામ પુરાવાથી ઉજાગર થાય છે કે પત્ની પોતાની માતાના આચરણથી અસંતુષ્ટ હતી, તેનાથી તે વૈવાહિક ઘરમાં એટલી દુખી હતી કે તેને નિયંત્રણ અને સમ્માનની કમી મહસૂસ થઈ.
ખંડપીઠે કહ્યું છે કે અમે પતિ દ્વારા રજૂ કરવામાં આવેલા ઘણાં બધાં પુરાવાને જોયા છે. તેનાથી ખબર પડે છે કે પતિને અનિશ્ચિતતાના ભમ્મરમાં ધકેલવામાં આવ્યો. 20 વર્ષ સાથે વિતાવવા છતાં લગ્નજીવનમાં કોઈ સમજૂતી અને માનસિક શાંતિ ન હતી. આ અપીલકર્તા પતિ માટે માનસિક પીડાનો મામલો છે, જે અધિનિયમની કલમ- 13(1)(ia) હેઠળ ક્રૂરતાના આધારે તેને છૂટાછેડાંનો અધિકાર આપે છે.