મધ્યપ્રદેશના શહડોલ જીલ્લામાં જગંલી હાથીનો આતંકઃ હાથી એ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
- એમપીના શહડોલ જીલ્લાની ઘટના
- હાથીએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
ભોપાલ – મધ્યપ્રદેશના શગડોલ જીલ્લામાં જંગલી હાથીએ આતંક ફેલાવ્યો છે,આ સાથે જ છેલ્લા 2 દિવસમાં, જંગલી હાથીઓના ટોળાએ 2 આદિવાસી પરિવારોના 5 સભ્યોને કચડી નાખ્યા. મરનારા 5માંથી ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
આ જીલ્લામાં હાથીઓના આતંકથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વર્તાયો છે. વન રેન્જમાં હાથીઓની હાજરીને જોતા વન વિભાગનો સ્ટાફ સતત હાજર રહેતો છે અને હાથીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે લોકો સતત માઈક પર સતત એનાઉસમેન્ટ કરીને હાથીઓથી સાવધાન રહેવા માટે કહી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે મહુડા વણવા ગયેલા જંગલમાં ગયેલા પતિ-પત્નીને હાથીઓએ મારી નાખ્યા હતા. મુખ્ય વન સંરક્ષક પીકે વર્માએ આ મામલે મીડિયાને જણાવ્યું કે છત્તીસગઢથી હાથીઓનું ટોળું રવિવારે રાત્રે મધ્યપ્રદેશમાં આવ્યું હતું. જેમા 65 અને 55 વર્ષના આ દંપતિના મોતના સમાચાર આપવામાં આવ્યા છે, તેઓને હાથીઓએ કચડી નાખ્યા હતા, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ મામલે વધુ માહિતી આપવામાં આવી હતી કે વન વિભાગ દ્વારા મૃતકના પરિજનોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઘટના અને હાથીઓની હાજરીને જોતા ચિત્રોનને અડીને આવેલા અન્ય ગામોના ગ્રામજનોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે મહડાની સિઝન હોવાથી વહેલી સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો મહુડાને લેવા જંગલમાં જતા હોય છે.અત્યાર સુધી 5 લોકોને હાથીના ઝુંડ એ મોતને ઘધાટ ઉતાર્યા છે.