- અમેઝોનના કર્મીઓની જોબ પણ જોખમમાં
- ટ્વિટર ફેસબૂક બાદ હવે એમેઝોન પણ કર્મીોની છટણીની તૈયારીમાં
દિલ્હીઃ- તાજેતરમાં ટેસ્લાના સીઈઓ એ ટ્વિટરની ખરીદી કર્યા બાદ અનેક લોકોને નોકરીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો ત્યાર બાદ ફેસબૂકે પણ પોતાના કેટલાક કર્મીઓને નોકરીમાંથી હાકી કાઢ્યાં જો કે હવે સમાચાર મળી રહ્યા છે કે એમેઝોન પર આ માટેની તૈયારીમાં 10 હજાર એમોઝનના કર્મીઓ પર નોકરીનું જોખમ મંડળાઈ રહ્યુ છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એમેઝોનમાં ઘણા મહિનાઓની સમીક્ષા બાદ ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખોટ કરતી એકમોના કર્મચારીઓને કંપનીમાં અન્ય તકો શોધવા માટે કહેવામાં આવ્યું છે.
એર રિપોર્ટ અનુસાર એમેઝોન આ અઠવાડિયાથી ઓછામાં ઓછા 10,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના ધરાવે છે. છેલ્લા કેટલાક ક્વાર્ટર દરમિયાન તેના નફામાં ઘટાડો થયા બાદ કંપનીએ હજારો કર્મચારીઓ પર આ ખર્ચ-કટિંગ યોજના લાગુ કરી છે.એમેઝોન જો લગભગ 10,000 કર્મચારીઓને કાઢી મકે છે, તો તે એમેઝોનના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું છટણી અભિયાન હશે
આ આંકડો સમગ્ર વિશ્વમાં કંપની માટે કામ કરતા 16 લાખ કર્મચારીઓમાંથી 1 ટકાથી ઓછો છે. રિપોર્ટ અનુસાર વાત કરીએ તો એલેક્સા વૉઇસ સહાયક માટે જવાબદાર લોકો સહિત, જોબ કટમાં ઉપકરણો જૂથને નિશાન બનાવવામાં આવશે. આ સિવાય કંપની રિટેલ ડિવિઝન અને માનવ સંસાધન વિભાગમાંથી કર્મચારીઓને પણ કાઢવાની તૈયારી જોવા મળી રહી છે..