Site icon Revoi.in

સરકાર બનાવવા ટેકો લેવા મજબુર ભાજપ નીતીશ-નાયડૂની આ માંગ સ્વીકારશે ?

Social Share

સહયોગીઓને સહારે બહુમત મેળવી સત્તા પર ટકી રહેવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે. આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને અગ્નિવીર યોજનાની સમીક્ષા સુધીની માંગણીઓ ચર્ચામાં છે. એક તરફ ભાજપ સામે વિરોધ પક્ષોને ખુશ રાખવાનો પડકાર છે, તો બીજી તરફ યુપીમાં લાગેલા આંચકાના કારણો સમજવામાં આવી રહ્યા છે. આ અંગે ઘણું મંથન ચાલી રહ્યું છે.

‘ડિમાન્ડ લિસ્ટ’ આવવાનું શરૂ, નવી સરકાર પર ટ્વિસ્ટ!

કેન્દ્રમાં આગામી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી મોટાભાગે તેના સાથી પક્ષો પર નિર્ભર હોવાથી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જેડીયુએ સ્પષ્ટ કર્યું છે કે તે બિહારને વિશેષ રાજ્યના દરજ્જા જેવી તેની માંગણીઓને વળગી રહેશે. જેડીયુ પ્રમુખ લાંબા સમયથી બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આગેવાની હેઠળની કેબિનેટે ગયા વર્ષે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્રને રાજ્યને વિશેષ દરજ્જો આપવા વિનંતી કરવામાં આવી હતી.

ટીડીપી આંધ્ર પ્રદેશમાંથી પણ આવી જ માંગ કરી રહી છે. જો કે, કેન્દ્ર સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે 14મા નાણાપંચની ભલામણને ધ્યાનમાં રાખીને કોઈપણ રાજ્યની “વિશેષ કેટેગરીના દરજ્જા”ની માંગને ધ્યાનમાં લેશે નહીં.

યુપીમાં ઝટકો લાગતા ભાજપને કરવી પડી રહી છે મહેનત

ભાજપ તેના સાથી પક્ષો નારાજ ન થઇ જાય તેનું સખત ધ્યાન રાખી રહ્યું છે, તેનું સૌથી મોટું કારણ એ છે કે તે બહુમતીના આંકડાથી બહુ દુર છે. યુપીમાં બેઠકો ઘટવાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. હવે પડકાર ઉત્તર પ્રદેશના નુકસાનને આગળ વધતા અટકાવવાનો છે. યુપીમાં ભાજપને અપેક્ષિત બેઠકો ન મળવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી હાલમાં દિલ્હીમાં છે.

કોંગ્રેસે કહ્યું અમે બિહાર-આંધ્રને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવા તૈયાર

બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે કે તે આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે અને દેશભરમાં જાતિ ગણતરી કરશે. શું નીતીશ કુમાર અને નાયડુ સરકારમાં આ માંગણી કરશે? બીજી તરફ યુપીને લઈને દિલ્હીમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. આવતીકાલે ભાજપના સંસદીય દળની બેઠક યોજાવાની છે. આ પહેલા આજે યુપી અંગે અલગથી ચર્ચા કરવામાં આવી હતી.