નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ મંત્રી ભલે વારંવાર કહેતા હોય કે જેલમાં જ સરકાર ચલાવશે, પરંતુ એવી કોઈ સંભાવના દેખાય રહી નથી. બંધારણીય નિષ્ણાતો મુજબ, ઈતિહાસમાં કોઈપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી, જ્યારે કોઈએ જેલમાંથી સરકાર ચલાવી હોય. કહેવામાં આવે છે કે જો કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા નથી, તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. કેજરીવાલ માટે જેલ નિયમાવલીમાં કઈ પરિવર્તન કરી શકાય નહીં.
એનજીટીના ન્યાયિક સદસ્ય સેવાનિવૃત્ત જસ્ટિસ સુધીર અગ્રવાલે કહ્યુ છે કે કોઈ સરકારી અધિકારીના જેલમાં જવાની સ્થિતિમાં તેને સસ્પેન્ડ કરવાનો કાયદો છે. પરંતુ રાજનેતાઓ પર કાયદાકીય રીતે આવી કોઈ રોક નથી. તેમ છતાં દિલ્હી પૂર્ણ રાજ્ય નથી. તેવામાં જો મુખ્યમંત્રી રાજીનામું આપે નહીં, તો રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે.
રાજ્યસભાના પૂર્વ મહાસચિવ યોગેન્દ્ર નારાયણે કહ્યુ છે કે કેજરીવાલને ઈડીએ એરેસ્ટ કર્યા છે. તેવામાં જો તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે, તો આ સીધેસીધું કોર્ટ પર નિર્ભર કરે છે કે તે તેમને મુખ્યમંત્રી પદનું દાયિત્વ નિર્વહન કરવા દે છે અથવા નહીં. તેને લઈને બંધારણીય નિયમ-કાયદા જેવી કોઈ વાત નથી. જો કે અત્યાર સુધીના ઈતિહાસમાં આવો કોઈ મામલો સામે આવ્યો નથી કે જ્યારે કોઈ વડાપ્રધાન અથવા મુખ્યમંત્રીએ જેલમાં રહીને સરકાર ચલાવી હોય.
દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ ઉમેશ સૈગલે કહ્યુ છે કે જેલમાં તમામ કેદીઓ પર એક સમાન નિયમાવલી લાગુ થાય છે. કેજરીવાલ પર પણ તે જેલ નિયમાવલી છે, જે અન્ય કેદીઓ માટે છે. તેના પ્રમાણે, જેલમાંથી તે માત્ર પત્ર લખી શકે છે, તે પણ નિયમિત નથી, પરંતુ સમય સમય પર લખી શકાય છે. તેમને ત્યાં સરકારી ફાઈલો મંગાવવાની અથવા કોઈ આદેશ જાહેર કરવાની ક્યારેય છૂટ આપી શકાય નહીં. જેલમાં કેબિનેટ બેઠક કરવાની વાત તો સીધેસીધી કલ્પનાની જેમ જ છે.