Site icon Revoi.in

કેજરીવાલની વધશે મુશ્કેલીઓ?દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે CBI

New Delhi, June 24 (ANI): Delhi Chief Minister Arvind Kejriwal at the felicitation ceremony of the Sportspersons under the Delhi Government's Mission Excellence Scheme, at the Delhi Secretariat, in New Delhi on Friday. (ANI Photo/ Ayush Sharma)

Social Share

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. કારણ કે, સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. હકીકતમાં, ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. મે મહિનામાં દિલ્હીના એલજીએ સીબીઆઈ ડાયરેક્ટને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. તેના આધારે ગૃહ મંત્રાલયે સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે.

વાસ્તવમાં,સીબીઆઈ હવે દિલ્હીના મુખ્ય સચિવ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પછી પ્રકાશમાં આવેલી કથિત ગેરરીતિઓના તમામ પાસાઓની તપાસ કરશે. આ મામલે ગૃહ મંત્રાલય દ્વારા કેગ દ્વારા વિશેષ ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે.હવે CBI તપાસના આદેશ બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે

પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. આજે સમગ્ર દેશમાં માત્ર આમ આદમી પાર્ટી છે જે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરીને વોટ માંગી રહી છે. પરંતુ ભાજપ ગરીબોને સારું શિક્ષણ અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળે તેવું ઈચ્છતું નથી.આ સાથે ભાજપની ધર્મ અને જાતિની રાજનીતિનો પરાજય થશે. આ કારણે દેશના શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે તમામ તપાસ એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. પરંતુ દિલ્હીની બે કરોડ જનતાનો પ્રેમ અને આશીર્વાદ અરવિંદ કેજરીવાલ સાથે છે.