Site icon Revoi.in

શું ભારતમાં ફરીથી થશે PUBGની એન્ટ્રી ?  આ માટે કંપની કરી રહી છે તૈયારીઓ

Social Share

દિલ્હી – ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તણાવ બાદ પબ્જીને ભારતમાં બેન કરવામાં આવી હતી, જો કે ત્યાર પછી પબ્જીના ફરીથી શરુ થવાને લઈને અનેક અફવાઓ જોરશોરમાં ફેલાઈ હતી. જો કે કંપનીએ તે વાતની ક્યારેય પુષ્ટિ કરી નથી કે તેઓ પબ્જીને ભારતમાં ક્યારે ફરીથી લોંચ કરશે.

જો કે ભારતમાં પબ્જીના કરોડો યૂઝર્સ હતા તેઓને હાલ પણ એવી આશાઓ છે કે આજે નહી તો કાલે પબ્જી ભારતમાં લોંચ થશે, ત્યારે આ સમગ્ર બાબતને લઈને મળતી માહિતી મુજબ પબ્જી કોર્પોરેશન દેશના શહેર બેંગ્લોરમાં પોતાની ઓફિસ માટે રોકાણ અને વ્યૂહરચના વિશ્લેષકની શોધ કરી રહી છે. આ માટે કંપનીએ લિંક્ડઇન પર જોબ એપ્લિકેશન માટે જણાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે પબ્જી કોર્પોરેશને કર્મચારીની શોધ છે, એવા કર્મીઓ કે જે મર્જર અને એક્વિઝિશન, રોકાણ સંબંધિત ટીમો માટે કામ કરી રહ્યા છે. જો કે આટલી વાતથી એ ચોક્કસ ન થાય કે પબ્જી ભઆરતમાં થોડા સમયમાં શરુ કરાશે.પરંતુ આવનારા સમયમાં કંપની તેનું સંચાલન દેશમાં કરશે, હાલ પણ ભારતમાં કેપની પરત ફરવાની ઈચ્છા ઘરાવતી જોવા મળે છે

આ પહેલા પણ આ કપંની દ્રારા જોબ માટેની અનેક અરજીઓ મંગાવવામાં આવી ચૂકી છે,
ઈન્ટરેસ્ટ ધરાવતા ઇન્ટરેક્ટિવ મનોરંજન,ઉલ્લેખનીય છે કે આ સેકન્ડ ટાઈમ બન્યું છે કે જ્યારે પબ્જી કંપનીએ અરજીઓ માંગી હોય.

સાહિન-