નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્ર બનાવવાનું કામ અલ્પસંખ્યકો અને ચરમપંથીઓને સોંપ્યું હતું. તેમણે પર્સનલ લોને પ્રોત્સાહિત કરવા અને દેશને તૃષ્ટીકરણની રાજનીતિમાં પરત લાવવા માટે સૌથી જુની પાર્ટી કોંગ્રેસે કામ કરી રહી છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ટીવી ચેનલમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપાએ તેની સામે ચૂંટણી લડનારાઓના ઈરાદાઓ ખુલ્લા પાડવા માટે ઘોષણાપત્રનો મુદ્દો ઉઠાવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તમે મને બતાવો કે આ જમાનમાં કોઈ રાજકીય પાર્ટી પર્સનલ લોની વાત કરી શકે છે. શું દેશ શરિયાના આધારે ચાલશે? અમે યુનિફોર્મ સિવિલ કોડ લાવીશું અને કોંગ્રેસ કહી રહી છે કે, અમે પર્સનલ લોને પ્રમોટ કરીશું. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ, કેમ કે આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, તેઓ કહી રહ્યા છે કે તેઓ દેશના કોન્ટ્રાક્ટસમાં લઘુમતીઓને પ્રાથમિકતા આપશે. કોન્ટ્રાક્ટસ ફસ્ર્ટ યુઅરેસ્ટ કોણ છે? પાસ્ટ પરફોમેન્સ શું છે? કામ કરવાની ક્ષમતા છે કે નહીં? તેના આધારે નિર્ધારિત થશે કે કોન્ટેક્ટસમાં ધર્મના આધાર પર નિર્ધારિત હશે? કેવી રીતે દેશ ચલાવવા માંગે છે? આ અંગે દેશની જનતાએ વિચારવું પડશે. લાંબા સમય બાદ નરેન્દ્ર મોદીજીએ દેશને તુષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર કાઢ્યો છે. તેઓ અમને ફરીથી એ જ દિશામાં લઈ જઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસ જીતવાનો આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી છે.
તેમણે કહ્યું, ‘આ દેશના તત્કાલિન વડા પ્રધાન મનમોહન સિંહનું નિવેદન છે, તે ખૂબ જ પ્રખ્યાત નિવેદન હતું કે આ દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે અને લઘુમતીમાં મુસ્લિમોનો પણ છે. હવે જ્યારે સંપત્તિની વહેંચણીની વાત આવે છે, ત્યારે તે ફક્ત સંસાધનોના આધારે હશે. કોંગ્રેસની સરકાર લોકોની મિલકતો લેશે અને તેનું વિતરણ કરશે. હું કહું છું કે જો આ સાચું નથી તો કોંગ્રેસ પાર્ટીએ જણાવવું જોઈએ કે તેનો અર્થ શું છે?
લોકોની સામાજીક-આર્થિક સ્થિતિ નિર્ધારિત કરવા અને તેના અનુસાર ધનનું પુનવિતરણ કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેશનલાઈડ એક્સ-રેના વિચાર ઉપર અમિત શાહે જણાવ્યું હતું કે, આ તેમનો વિચાર છે. મને લાગે છે કે, આટલી જુની પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર બનાવવાનું કામ અલ્પસંખ્યકો અને અતિ વામપંથી લોકોને સોંપાયું હતું.
ભાજપા અને પીએમ મોદીના મંગળસૂત્ર ખેંચી લેવા અંગેના નિવેદન અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ઘનમાં લોકોની બચત, સંપત્તિ અને સ્ત્રીધન પણ સામેલ છે. અમિત શાહે વિરાસત કર ઉપર ભાર આપીને તેમણે કોંગ્રેસના વિદેશી વંગના અમેરિકા સ્થિત અધ્યક્ષ સેમ પિત્રોડા ઉપર કટાક્ષ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મને લાગે છે સેમ પિત્રોડા એક આઈવરી ટાવરમાં રહી રહ્યાં છે. તેમને આપણા દેશની સંસ્કૃતિ, લોકોના મૂડ અને આ દેશની પરંપરાઓ સાથે કોઈ લેવા-દેવા નથી.