વિંબલડન ટેનિસઃ ભારતીય મૂળના અમેરિકી સમીરે 30 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, બાળકોના સિંગલમાં મેળવી જીત
દિલ્હીઃ ભારતીય મૂળના અમેરિકી કિશોર સમીર બેનર્જીએ 30 વર્ષ બાદ ઈતિહાસ ફરીથી પુનઃ જીવીત કર્યો હતો. અહીં બીજા ગ્રેન્ડ સ્લેમ એટલે કે વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટના બાળકોનું ટાઈટલ જીત્યું હતું. ચર્ચ રોડ સ્થિત ઓલ ઈંગ્લેન્ડ કલબના કોર્ટ નંબર-1 પર રમાયેલી ફાઈનલમાં 17 વર્ષીય સમીરએ સાથી અમેરિકી વિક્ટર લિલોવને 7-5,6-3થી હરાવ્યો હતો. વિશ્વ જુનિયર નંબર 19માં વેસેક્લે કોર્ટનું વિશેષજ્ઞ માનવામાં આવે છે. છેલ્લા 15 વર્ષમાં તેમણે ક્લે કોર્ટ પર ચાર વાર બહુમાન પ્રાપ્ત કર્યું છે. હવે તેમણે વિમ્બલડનમાં પોતી શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે.
સમીરને એક કલાક અને 22 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલાના પહેલા સેટમાં 48 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. બીજા સેટમાં તેમણે આઈટીએફ રેંકિંગમાં 31માં નંબરના ખેલાડી વિક્ટરને હંફાવી દીધો હતો. વિમ્બલડનમાં છેલ્લી વાર લિએન્ડર પેસે વર્ષ 1990માં ભારત વતી બાળકોના એકલાની ગેમમાં ટાઈટલ જીત્યું હતું.એટલું જ નહીં પેસે 1991માં પણ યુએસ ઓપનનું જુનિયરનું ટાઈટલ જીત્યું હતું. આ ઉપરાંત રમેશ કૃષ્ણન અને રમેશના પિતા રામનાથન કૃષ્ણન પણ ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધામાં જુનિયરનું ટાઈટલ પહેલા જીત્યાં હતા.
સમીરના માતા-પિતા અસમના રહેવાસી છે સમીરએ 2019માં દિલ્હીની એક જુનિયર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જો કે, મોટી જીત છચા બેનર્જીને કોલંબિયા વિશ્વ વિદ્યાલયમાં કોલેજના અભ્યાસ માટે એટીપી ટૂર છોડવાની સંભાવના છે. સમીર અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાનમાં ડિગ્રી હાંસલ કરવાની ઇચ્છા ધરાવે છે.