ઘરમાં શા માટે લગાવાવમાં આવે છે વિન્ડ ચાઇમ્સ, જાણો સકારાત્મક ઊર્જા સાથે જોડાયેલું તેનું મહત્વ
- જાણો વિન્ડ ચાઇમ્સ શા માટે લગાવવામાં આવે છે
- જાણો સકારાત્મક ઊર્જા સાથે જોડાયેલું તેનું મહત્વ
આપણે દરેકને ઘર સજાવવાનો ઘણો શોખ હોય છે, ઘરની અંદરની સુંદરતાથી આપણાને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.અને ઘરની સુંરતા વધારવા માટે આપણે અવનવા પેઈન્ટિંગ્સથી લઈને અનેક સુંદર ચિત્રો ઘરની દિવાસ પર લગાવીએ છે તો ઘરમાં બારી વાળઆ રુમમાં વિન્ડ ચાઈમ્સ પણ લગાવીએ છીએ તેનો અવાજ ઘરમાં એક અનોખી ઊર્જા ઉત્પન્ન કરે છે,જ્યારે પવન આવે છે અને વિન્ડ ચાઈમ્સ અવાજ કરે છે ત્યારે તે ખૂબ મધુર અવાજ ઘરમાં ચહેકી ઉઠે છે,તો ચાલો જાણીએ તેનું મહત્વ.
વિન્ડ ચાઈમને આગળના દરવાજા પાસે લગાવોઃ- વિન્ડ ચાઇમને બહાર લગાવતી વખતે યાદ રાખો કે તમારા ઘરનો આગળનો ભાગ સારી જગ્યા છે અને તે આગળના દરવાજા દ્વારા તેના અવાજ સાથે હકારાત્મક ઊર્જા લાવશે.
ઘરમાં આવે છે શાંતિ- સકારાત્મકતા અને શાંતિને આમંત્રિત કરવાની વાત આવે છે ત્યારે વિન્ડ ચાઇમ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સુખદાયક સંગીત ઘરમાં આરામનું વાતાવરણ બનાવે છે
ઘરના આંગણમાં ઝાડ પરઃ- જો તમે ઈચ્છો તો આંગણામાં કોઈ ઝાડ લગાવેલું હોય તો તેના પર વિન્ડચાઈમ લગાવી શકો છો તેના અવાજથી તમારું આંગળું મહેકી ઇઠે છે,જો કે ધ્યાન રાખવું કે એ ઝાડ પર વધુ પક્ષીઓ ન આવતા હોય બાકી તેને ડિસ્ટર્બ થઈ શકે છે.
જો તમને ડાઈનિંગ એરિયામાં વિન્ડ ચાઈમ લગાવવું હોય તો લગાવી શકો છો પણ ત્યાથી પવન પસાર થતો હોવો જોઈએ નહી તો તે માત્ર શોભા વધારશે અવાજ આવી શકશે નહી.
દિશાને લઈને આ છે સૂચનો
જો તમારી પાસે સિરામિક વિન્ડ ચાઇમ છે, તો તેને તમારા ઘરના દક્ષિણ-પશ્ચિમ, મધ્ય અથવા ઉત્તર-પૂર્વ પર લટકાવવું જોઈએ. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વિન્ડ ચાઇમ લગાવો છો, તો તમે રોમાંસમાં દુર્ભાગ્યને આકર્ષિત કરવા માટે બંધાયેલા છો.
જ્યારે ઉત્તર-પશ્ચિમમાં મૂકવામાં આવે છે ત્યારે મેટલ વિન્ડ ચાઇમ્સ તમારા જીવનમાં ઘણા ભરોસાપાત્ર અને મદદગાર લોકો લાવશે.દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિશાઓ લાકડાના વિન્ડ ચાઈમ માટે શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશામાં લાકડાની વિન્ડ ચાઇમ લગાવવાથી કૌટુંબિક બંધનો મજબૂત થશે અને તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે, દક્ષિણ-પૂર્વમાં વિન્ડ ચાઇમ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ અને સંપત્તિ આવશે.