- વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી
- વિંગ કમાન્ડર દીપિકા મિશ્રાને પ્રાપ્ત થયું આ સમ્માન
દિલ્હીઃ ભારત દેશમાં હવે પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નથી દેશની ત્રણેય સેનામાં મહિલાઓનો પણ બદબદો જોવા મળે છે,મહિલાઓ પુરુષ સમોવડી બની છે દરેક મોર્ચે હવે મહિલાઓ પણ સર્વિસ આપે છે ત્યારે હવે વિરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા વિશે વાત કરીશું
જાણકારી પ્રમાણે કમાન્ડર દીપિકા મિશ્રા ગુરુવારે ભારતીય વાયુસેનાનો શૌર્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા અધિકારી બની. ભારતીય વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર પાઇલટ મિશ્રા રાજસ્થાનના વતની છે, તેમણે મધ્યપ્રદેશમાં પૂર રાહત કામગીરી દરમિયાન ‘અથાગ હિંમત’ દર્શાવવા બદલ વાયુ સેનાના વિરતા પુરપસ્કારથી નવાજવામાં આવ્યા છે.પોતાની અદમ્ય હિંમતથી તેમણે પૂરમાં ડૂબી રહેલા 47 લોકોના જીવ બચાવ્યા.
આ સહીત વાયુસેનાના બે અધિકારીઓને યુદ્ધ સેવા મેડલ, 13 અધિકારીઓને વાયુ સેવા મેડલ અને 30ને વિશિષ્ઠ સેવા મેડલથી નવાજવામાં આવ્યા છે. આ બબાતે કુલ 58 એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાંથી 57 એરફોર્સ અને એક આર્મી જવાનોને આપવામાં આવ્યા હતા.
દીપિકા મિશ્રાને 2જી ઓગસ્ટ, 2021 ના રોજ ઉત્તર મધ્ય પ્રદેશમાં અચાનક પૂરના જવાબમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. બગડતા હવામાન, જોરદાર પવનો અને સૂર્યાસ્ત નજીક હોવા છતાં, વિંગ કમાન્ડર દીપિકાએ પડકારજનક હવામાનનો સામનો કર્યો અને તે જ સાંજે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચનાર પ્રથમ અને એકમાત્ર પ્રતિસાદકર્તા હતી.આ સાહસ માટે તેઓને વિરતા પુરસ્કાર આપવામાં આવ્યો છએ અને આ પુપરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા અઘિકારી બન્યા છે.