1. Home
  2. ગુજરાતી
  3. સંસદનું શિયાળુ સત્ર, NDA સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે PMનું સ્વાગત કર્યું
સંસદનું શિયાળુ સત્ર, NDA સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે PMનું સ્વાગત કર્યું

સંસદનું શિયાળુ સત્ર, NDA સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે PMનું સ્વાગત કર્યું

0
Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના ભવ્ય વિજયની હજુ ભાજપના નેતાઓ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો છે જેના પરિણામ સ્વરૂપ 3 રાજ્યમાં ભવ્ય વિજયની સાથે તેલંગાણામાં ભાજપની બેઠકમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન આજથી સંસદના શિયાળા સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવેશ કર્યો ત્યારે ભાજપ સહિત એનડીએના સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ ત્રીજી વાર મોદી સરકાર અને વખતો-વખત મોદી સરકારના સુત્રોચ્ચાર કર્યાં હતા. ભાજપ અને એનડીએના નેતાઓએ કરેલા વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની સામે વિપક્ષના સાંસદોએ નારાજગી વ્યક્ત કરી હતી. સંસધના શિયાળુસત્રના પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન બીએસપીના સાંસદ દાનિશએ ભાજપના સાંસદ રમેશ બિધૂડીની સામે કાર્યવાહીની માંગણી સાથે સંસદ પરિસરમાં વિરોધ દેખાવો કર્યાં હતા. બીજી તરફ સત્રના પ્રારંભ પહેલા રાજ્યસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુ ખડગેની કચેરીમાં સર્વદળીય બેઠક મળી હતી. સંસદના શિયાળુસત્રમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે.

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પૈકી ચાર રાજ્યના મતદાનની મતગણતરી ગઈકાલે કરવામાં આવી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. રાજસ્થાનમાં ભાજપાનો 199 પૈકી 115 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો છે. આવી જ રીતે મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 પૈકી 163 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. છત્તીસગઢમાં ભાજપાનો 54 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. જો કે, કોંગ્રેસ માટે રાહતની વાત છે કે, તેલંગાણામાં સત્તા હાંસલ કરી છે. તેલંગાણામાં કોંગ્રેસના 64 બેઠકો ઉપર જીત મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષી દળોને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પર પોતાનો ગુસ્સો ન ઠાલવવા, પરંતુ તેમાંથી શીખવા, નકારાત્મકતાને પાછળ છોડીને સકારાત્મક વલણ સાથે આગળ વધવા વિનંતી કરી હતી. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે, જો વિરોધ પક્ષો વિરોધ ખાતર વિરોધકરવાની પદ્ધતિ છોડી દેશે અને દેશના હિતમાં સકારાત્મક બાબતોને સમર્થન આપે છે, તો નફરત પ્રેમમાં બદલાઈ શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code