દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આરથી પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાનૂન બિલ રજૂ કર્યું હતું. જે પાક થયું હતું. તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે, લોકસભામાં જ્યારે તોમર બિલ રજૂ કરતા હતા ત્યારે વિપક્ષે ચર્ચા કરવાની માંગણી સાથે હંગામો મચાવ્યો હતો. જે બાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. કૃષિ કાયદાને પરત ખેંચવાનું બિલ લોકસભામાં રજૂ કરાયાં બાદ રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના ભારે હંગામા વચ્ચે આ બિલને પાસ કરવામાં આવ્યું હતું.
સંસદના શિયાળુસત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે જ સરકાર કૃષિ કાનૂનને પાછુ ખેંચવાનું બિલ રજૂ કરે તેવી શકયતા છે. લોકસભામાં બિલ પાસ થાય તે પહેલા રાજ્યમાં રજૂ કરવાં આવશે. જો કે, વિપક્ષ કૃષિ કાનૂનો ઉપર ચર્ચા કરવાની માંગણી કરી રહ્યું છે. કાર્યવાહી શરૂ થતાની સાથે જ ખેડૂતોના મુદ્દા ઉપર વિપક્ષે હંગામો મચાવ્યો હતો. જે બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સદનની કાર્યવાહી સ્થગિત કરી હતી. કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
કોંગ્રેસે એમએસપીની ગેરન્ટી કાનૂન બનાવવાની અને આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માંગણી કરી હતી. કોંગ્રેસે ઈંધણના વધતા ભાવ ઉપર ચર્ચા માટે સ્થગતન પ્રસ્તાવ આવ્યો હતો. રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને માકપાએ પ્રસ્તાવ મુક્યો હતો. રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસે હંગામો શરૂ કર્યો હતો. જેથી કાર્યવાહી એક કલાક સુધી સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.