ભારતમાં આજે પણ કેટલાક લોકોના ઘર એવા છે કે જ્યાં વાયર વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. આવામાં ચોંકાવનારી વાત એ છે કે દરેક લોકોને ખબર છે કે આ રીતે ઘરમાં વાયર દેખાતા હોય તો તે ક્યારેક મોટી દુર્ધટના સર્જી શકે છે તો પણ તે લોકો દ્વારા તે વાતની અવગણના કરવામાં આવતી હોય છે અને તે સ્થળ પર રહેતા પણ હોય છે. આ ઉપરાંત કેટલીક તસવીર પણ ઘરમાં હોય તો તેનું વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાણ છે.
આવામાં જાણકારો દ્વારા કહેવામાં આવે છે કે ઘરમાં ક્યારેય કોઇ નિર્જન જગ્યા કે અવાવરું જગ્યાના ચિત્રો ન રાખવા જોઇએ. કોઇપણ પ્રકારના સૂકા ઝાડ-પાંદડાવાળા ચિત્રો પણ ન રાખવા જોઇએ. ઘરમાં તાજમહેલનું ચિત્ર પણ ન રાખવું જોઇએ. તે દુનિયાની અજાયબીમાંથી એક અજાયબી છે. ખૂબ જ સુંદર છે પરંતુ, તે એક કબર છે. જે નકારાત્મકતાનું પ્રતિક છે. જેનાથી આપના ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.
આ ઉપરાંત ઘરમાં ક્યારેય ગમે તેમ વાળેલા ઇલેકટ્રિક વાયર કે નકામો ઇલેકટ્રિકનો સામાન ન રાખવો જોઇએ. જેમ કે લેપટોપ, સ્માર્ટફોનના ચાર્જરના વાયરને પણ ક્યારેય ગુંચમાં ન રાખવા જોઇએ. તેને વ્યવસ્થિત વાળીને રાખવા જોઇએ. જો ઘરમાં આ રીતે વાયરના ગુંચળા હશે તો ઘરમાં રહેલ સકારાત્મક ઊર્જા પણ આ રીતે જ ગુંચવાયેલી રહેશે.
સૌથી મહત્વની વાત એ છે કે ઘરમાં ઘણીવાર એવું બને છે કે કોઇ નળમાંથી સતત પાણી ટપકતું રહે છે. આ ઘરમાં આવનાર અશુભતાનું સંકેત છે. જો તમારા રસોઇઘર કે બાથરૂમમાં કોઇ નળમાંથી પાણી સતત ટપકતું રહેતું હોય તો તેને તુરંત જ રીપેર કરાવો. આ આપના પૈસાના બગાડનો સંકેત છે. તે તમારા ઘર પર આવનાર આર્થિક સંકટની નિશાની છે!
આ લેખને માન્યતાઓને આધારે લખવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.