પૈસા કાઢવા માટે તમારે હવે બેંક જવાની જરૂર નહી પડે અને ના તો એટીએમ. તમારે હવે કેશ વિડ્રોલ કરવા માટે ના તો એટીએમનો પિન યાદ રાખવાની મહેનત કરવાની જરૂર નથી. ઓટીપીની ઝંઝટ ખતમ. બિના ગયા વિના અને એટીએમ વિના તમે તમારા આધાર કાર્ડ વડે ઘરેબેઠા કેશ નિકાળી શકશો. આજે ડિજિટલ ટ્રાંજેક્શનના સમયમાં જ્યાં દરેક કામ મોબાઇલ વડે થઇ જાય છે. ઘણીવાર અચાનક કેશની જરૂર પડી જાય છે. એવામાં તમે તમારી આસપાસ એટીએમ અથવા બેંકને શોધવા લાગી જાવ છો. પરંતુ તમારે પરેશાન થવાની જરૂર નથી. અમે તમને એક એવી રીત બતાવવા જઇ રહ્યા છીએ. જ્યાં તમે એટીએમ કાર્ડ વિના, ઓટીપી વિના, ઘરેબેઠા કેશ કાઢી શકશો.
શું છે આધાર ઇનેબેલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS)
તમે વિચારી રહ્યા હશો કે એટીએમ વિના, બેંક વિના કેશ કેવી રીતે નિકળશે, તો તેનો જવાબ છે આધાર ઇનેબેલ્ડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે AePS સિસ્ટમ. તમે ફક્ત આ સિસ્ટમની મદદથી કેશ કાઢી શકશો. પરંતુ બેલેન્સ ચેક, કેશ જમા અને ફંડ ટ્રાંસફર કરી શકશો. ઘરેબેઠા તમારે ઘરે ડોરસ્ટેપ બેકિંગ મળશે. તમારે તેના માટે ફક્ત તમારા આધાર કાર્ડની જરૂર પડશે. તમારું આધાર જ તમારું એટીએમ બની જશે.
આધારને બેંક એકાઉન્ટ સાથે લીંક કરવું જરૂરી
આ સર્વિસનો લાભ લેવા માટે તમારે તમારું આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. આધાર નંબર અને બાયોમેટ્રિકની મદદથી તમારે કેશ ઉપાડ, જમા, ટ્રાંજેક્શન અથવા બેલેન્સ ચેક જેવી સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ લોકોને મદદ કરવા માટે આ સિસ્ટમ બનાવી છે. તમને તમારો આધાર નંબર દાખલ કરીને અને ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરીને ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે.
કેવી રીતે મળશે આધારથી કેશ નિકાળવાની સુવિધા
ઘર બેઠા કેશ નિકાળવાની સુવિધા માટે તમારું આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું જરૂરી છે. જો તમે આધાર લિંક કર્યું નથી તો આ સુવિધા મળી શકશે નહી. આ આધાર ઇનેબેલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) માટે તમારે બેકિંગ કોરસ્પોડેંટ પાસે જવું પડશે અથવા તેને ઘરે બોલાવી બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. કોમન સર્વિસ સેન્ટર (CSC) સંચાલક પણ આ સેવા ઉપલબ્ધ કરાવે છે. તો બેકિંગ કારસ્પોડેંટ બેંકો તરફથી અધિકૃત કરવામાં આવે છે.
કેવી રીતે કરે છે કામ
આધાર ઇનેમ્બેલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) માટે તમે બેકિંગ કોરસ્પોડેંટને તમારા ઘરે બોલાવી શકો છો. બેંકિંગ કોરસ્પોડેંટ મીની એટીએમ મશીનમાં તમારો આધાર નંબર દાખલ કરશે અને તમારી બાયોમેટ્રિક એટલે કે આંગળી અથવા આઇરિસ સ્કેન કરશે. જો વિગતો મેળ ખાય છે, તો તમે રોકડ ઉપાડ, જમા, બેલેન્સ ચેક વગેરે જેવી બેંકિંગ સુવિધાઓનો લાભ લઈ શકશો. NPCI એ AEPS ટ્રાન્ઝેક્શન દીઠ ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા રૂ. 10,000 નક્કી કરી છે.