Site icon Revoi.in

ફાગણ માસને હજુ બે મહિના જેટલો સમય બાકી ત્યારે છોટાઉદેપુરમાં ભરશિયાળે કેસુડાં ખીલી ઉઠ્યા

Social Share

છોટા ઉદેપુરઃ ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રમાં પણ આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની અસર વૃક્ષો પર જોવા મળે છે. હાલ ભર શિયાળે કેસુડાના વૃક્ષો પર ગરમાળો આવ્યો છે. સામાન્ય રીતે ફાગણ મહિનામાં કેસુડાના વૃક્ષો પર કેસુડાના ફુલ જોવા મળતા હોય છે. તેના બદલે ભર શિયાળે છોટાઉદેપુર વિસ્તારમાં કેસુડાના ઝાડ પર કેસુડાના ફુલ જોવા મળી રહ્યા છે. આમ પોષ માસમાં કેસુડો ખીલી ઉઠતા કૂતુહલ સર્જાયું છે. સામાન્ય રીતે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે. પરંતુ છોટા ઉદેપુરમાં કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય ફેલાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેસુડાના ફુલ ચામડીના રોગોને મટાડવા માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેથી મોટી કંપનીઓ હોળીના રંગ બનાવવા માટે કેસુડાનો ઉપયોગ કરતી હોય છે. સાથે પાણીમાં કેસુડો પલાળી સ્નાન કરવાથી ચામડીના રોગ પણ મટતા હોય છે. પરંતુ સમય કરતા વહેલો કેસુડો ખીલતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. છોટા ઉદેપુરના વિશાળ જંગલમાં બે મહિના પહેલાં જ આ વખતે કેસૂડો ખીલેલો જોવા મળી રહ્યો છે. છોટા ઉદેપુર પંથકમાં ભર શિયાળે કેસુડો ખીલી ઉઠ્યા ફાગણ માસમાં જંગલોની શોભા વધારતો કેસુડો પોષ માસમાં દેખાતા કુતુહલ સર્જાયું છે.  છોટા ઉદેપુર તાલુકાના જંગલ વિસ્તારોમા કેસુડાનું આગમન ભારે અચરજ ભરી વાત છે કારણ કે ફાગણ માસમાં કેસુડો ખીલી ઉઠતો હોય જેની જગ્યાએ ભર શિયાળે ઠંડીના ચમકારાની વચ્ચે કેસુડો જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

છોટા ઉદેપુર બહોળું જંગલ ધરાવતો વિસ્તાર છે. જ્યારે કુદરતી જડીબુટ્ટીઓ, ફળ તથા ફુલ જેવી કુદરતી સમૃદ્ધિથી ભરપુર છે. ઘણી જડીબુટ્ટીઓ માનવને થતાં રોગ મટાડવામાં લાભપ્રદ હોય છે. તેવી જ રીતે કેસુડો પણ ચામડીના રોગોને મટાડવા ઘણો ઉપયોગી થઇ પડે છે. મોટી કંપની ઓ હોળીમાં રંગ બનાવવાં અર્થે કેસુડાનો ઉપયોગ કરતી હોય છે. તેની સાથે સાથે કેસુડાને પાણીમાં પલાળી સ્નાન કરવામાં આવે તો પણ ચામડીના રોગ મટી જતા હોય છે. છોટા ઉદેપુરના વિશાળ જંગલોમાં ત્રણ મહિના અગાઉથી કેસુડાએ દેખા દીધી છે. જેથી પંથકની પ્રજામાં આશ્ચર્ય ફેલાયું હતું.