કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ના થતા ભારે વરસાદની સંભાવના ઓછી: અમદાવાદ હવામાન વિભાગ
અમદાવાદ: રાજ્યમાં કેટલાક જિલ્લામાં કેટલાક સ્થળોએ થોડા દિવસ વરસાદ થયા બાદ લાગતું હતું કે, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ના થતા ભારે વરસાદની સંભાવના ઓછી છે. પરંતુ અમદાવાદ ગાંધીનગર, વડોદરામાં હળવા વરસાદી ઝાપટાં પડશે. આગામી ત્રણ દિવસમાં કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. પોરબંદર, જામનગર, જૂનાગઢ,મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા,બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવનાઓ છે.
મહત્વની વાત એ છે કે કેટલાક જિલ્લા પ્રશાસન દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી શરૂ થઈ છે અને ચોમાસામાં લોકોને તક્લીફ ન પડે તે માટે અગાઉથી પગલા લેવામાં આવી રહ્યા છે. ઘણી વાર ચોમાસામાં જે તે સ્થળે પાણી ભરાઈ જતા અને ભુવા પડવાની સમસ્યાને કારણે ટ્રાફિક સર્જાતો હોય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.