1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ એરપોર્ટ પર ચાર નવા પાર્કિંગને મંજુરી મળતા જ વધારે ફ્લાઈટ્સ ઉડાન ભરી શકશે
રાજકોટ એરપોર્ટ પર ચાર નવા પાર્કિંગને મંજુરી મળતા જ વધારે ફ્લાઈટ્સ ઉડાન ભરી શકશે

રાજકોટ એરપોર્ટ પર ચાર નવા પાર્કિંગને મંજુરી મળતા જ વધારે ફ્લાઈટ્સ ઉડાન ભરી શકશે

0
Social Share

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર ટ્રાફિક વધતો જાય છે. બીજીબાજુ એરપોર્ટ પર પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન હોવાથી અન્ય ફાઈટ્સને ઉડાનની મંજુરી મળતી નહતી. અગાઉ દેશના કોલકાત્તા સહિત અનેક શહેરોની ફ્લાઈટ્સ શરૂ કરવા માટે મંજુરી માગવામાં આવી હતી પણ મંજુરી ન મળતા નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી, ત્યારે હવે ડીજીસીએએ રાજકોટ એરપોર્ટ પર નવા પાર્કિંગ માટે મંજુરી આપવાની તજવીજ હાથ ધરી છે, દિલ્હીથી બે અધિકારીઓ  એરપાર્ટના સુપરવિઝન માટે આવ્યા છે. બન્ને અધિકારીઓ રિપોર્ટ ડીજીસીએને સોંપશે. ત્યારબાદ 15 દિવસમાં નવા પાકિગને મંજુરી મળી જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટને નવા ચાર એપ્રેન(પાર્કિંગ)ને હવે ટૂંક સમયમાં ડીજીસીએમાંથી મંજૂરી મળે તેવી આશા જાગી છે. નવા પાકિગના સુપરવિઝન માટે દિલ્હીથી બે અધિકારીઓ ઇન્ડિગોની ફલાઇટમાં રાજકોટ પહોંચતાની સાથે જ  નવા એપરનનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.  કાલ સુધી  નવા પાર્કિંગની  નિરીક્ષણની કામગીરી બાદ રિપોર્ટ આપશે. ડીજીસીએના તમામ માપદંડો પર એરપોર્ટ ઓથોરિટી ખરી ઉતરશે તો આગામી પખવાડિયામાં નવી ફ્લાઈટ્સને મંજુરી મળી જશે. ડાયરેકટર જનરલ સિવિલ એવિએશન દ્વારા વિમાનો માટેના નવા પાકિગનો સર્વે થાય તેના માટે લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. જલ્દીથી સર્વે થાય તે માટે સંસદસભ્યોએ પણ રસ લઇને એવિએશન વિભાગ સુધી રજૂઆતો પહોંચાડી હતી અંતે બે અધિકારીઓની ટીમ કાલે સાંજે રાજકોટ આવી હતી આજે વહેલી સવારથી ઓથોરીટીના ડાયરેકટર બોરાહ અને આ ટીમના અધિકારીઓ નવા પાર્કિંગના સુપરવિઝન માટે કામગીરી કરી હતી .જો નિયમો અનુસાર પાર્કિંગની કામગીરી હશે તો પરમિશન મળી જતાની સાથે જ આગામી ટૂંક સમયમાં રાજકોટના એરપોર્ટ પરથી વધુ લાઇટ ઓપરેટ થવાનું શરૂ થઇ જશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ અગિયાર ઉપરાંત વી આઈ પી  પ્લેન અને ચાર્ટડ ઉડાન ભરી રહ્યા છે, જો નવું પાર્કિંગ આગામી 15 દિવસમાં શરૂ થઈ જશે તો રાજકોટથી કોલકાત્તા, જયપુર, ઉદેપુર, કોચી સહિતના શહેરોની ફલાઇટ શરૂ થઈ જશે. હાલમાં રાજકોટ એરપોર્ટ પાસે એક મોટું પાર્કિંગ અને એક નાના વિમાન માટેનું પાર્કિંગ  હોય ગમે તે ઘડીએ કોઈપણ એક વિમાનનું એન્જિન કે તેમાં ટેકિનકલ ખામી આવે ત્યારે અન્ય ફલાઇટ ઓપરેટ કરવી ઓથોરિટી માટે પણ મુશ્કેલી ઊભી થતી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code